આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા ઉપડી ઉપલેટા (રાજકોટ):ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશ્યલ ટ્રેન રવિવારે આવી પહોંચી હતી જેમાં આ ટ્રેનની અંદર ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી 550 કરતા પણ વધારે પેસેન્જર આસ્થા સ્પેશ્યલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રવાના થયા હતા. આ મુસાફરોને મુસાફરી દરમિયાન તેમજ ટ્રેનમાં ચડતી વખતે અને તેઓની પૂરતી સુખ સુવિધા અને સલામત યાત્રાના ભાગરૂપે સુવિધાઓ આપવામાં આવી હતી.
મુસાફરોને વાજતે-ગાજતે પુષ્પ હાર પહેરાવીને પ્રસ્થાન કરાવાયું રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જઈ રહેલા મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરી હતી અને સાથે જ આ તમામ મુસાફરોને ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત મુસાફરોને હાર પહેરાવી બુકે પુષ્પ અર્પણ કરી વાજતે-ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેને લઈને મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેન રવાના થતા "જય જય શ્રી રામ" ના નારા સાથે મુસાફરો પ્રસ્થાન કરતા નજરે પડ્યા હતા.
ફૂલહાર પહેરાવીને "જય જય શ્રી રામ" પ્રસ્થાન કરવામાં આવ્યું યાત્રીઓની ખાસ સુવિધા માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે ત્યારે આવી જ એક ટ્રેન પોરબંદરથી આસ્થા સ્પેશિયલ ટ્રેન પ્રસ્થાન થઈ હતી જેનું ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે ખાસ હોલ્ટ રખાતા રેલવે પ્રશાસન તરફથી મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસાફરોને વાજતે-ગાજતે ફૂલહાર પહેરાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
મુસાફરોને વાજતે-ગાજતે પુષ્પ હાર પહેરાવીને પ્રસ્થાન કરાવાયું અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું છે ત્યારથી સમગ્ર દેશમાંથી ભગવાન રામમાં આસ્થા ધરાવનાર મોટા ભાગના શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી રહ્યા છે. આ યાત્રાળુઓ માટે રેલવે પ્રશાંશન તરફથી આસ્થા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી લોકોને રામલલાના દર્શનનું આયોજન કરાઇ રહ્યું છે જેથી અયોધ્યામાં રામલાના દર્શન કરવા જવાનું હોવાથી તમામ મુસાફરોમાં ઉત્સાહ અને ભક્તિભાવ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
પોરબંદરથી શરૂ થયેલ આસ્થા એક્સપ્રેસ ટ્રેન વિવિધ સ્ટેશન પરથી કુલ 1500 જેટલા મુસાફરો આ ટ્રેનમાં મુસાફર મુસાફરી કરવાનું આયોજન થયેલ ત્યારે આ મુસાફરોમાં ઉપલેટામાંથી પણ 550 કરતા પણ વધારે મુસાફરો પ્રસ્થાન કરેલ હતું. મુસાફરોની ખાસ સુવિધા માટે સામાજિક આગેવાનો રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા સેવા અને સહકારની કામગીરીઓ કરવામાં આવી હતી.
આ મુસાફરો માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા વિશેષ રૂપે ચા-પાણીની તેમજ મુસાફરો માટે વિશે સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી હતી જેમાં સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસની દ્વારા વ્યવસ્થા અને સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપલેટા ખાતે મુસાફરોના પ્રસ્થાન માટે ઉપલેટા રેલવે સ્ટેશન સ્ટાફ તરફથી છેલ્લા ત્રણ દિવસથી વિશેષ રૂપે તડામાર તૈયારીઓ અને સુવિધાઓ અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. મુસાફરો રવાના થતા મુસાફરોમાં પણ સુવિધાઓને અને રેલવે સેવાને લઈને આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો.
- Ram Van Rajkot: રાજકોટ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત રામવન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ
- Ram Mandir cake: 20 કિલોની કેક રામ મંદિરના થીમ પર તૈયાર કરવામાં આવી, જુઓ વીડિયો