ગુજરાત

gujarat

શુક્રએ સૂર્યની રાશી સિંહમાં કર્યો પ્રવેશ, આ રાશિના જાતકોને થશે લાભ જાણો... - Venus entered Sun sign Leo

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 3:44 PM IST

1લી ઓગસ્ટથી લઈને 26 ઓગસ્ટ સુધી શુક્રએ સૂર્યની રાશી સિંહમાં પ્રવેશ કર્યો છે. જેને કારણે નીચભંગ રાજ્યોગ સર્જાઈ રહ્યો છે. તો પહેલેથી જ સૂર્યની રાશી સિંહમાં બુધ પણ બિરાજમાન છે. જેથી બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. જેને કારણે 12 રાશિના જાતકો માટે આગામી 24 તારીખ સુધી ગ્રહ દશાને લઈને કેટલાક ઉપાયો થકી ગ્રહ દશાની પ્રતિકૂળ અસરોનું નિવારણ આ સમય દરમિયાન થઈ શકે છે., Venus entered Sun's sign Leo

શુક્રએ સૂર્યની રાશી સિંહમાં કર્યો પ્રવેશ
શુક્રએ સૂર્યની રાશી સિંહમાં કર્યો પ્રવેશ (ETV Bharat Gujarat)

શુક્રએ સૂર્યની રાશી સિંહમાં કર્યો પ્રવેશ (ETV Bharat Gujarat)

જૂનાગઢ: 1 ઓગસ્ટ થી સૂર્યની રાશિ સિંહમાં શુક્રનો પ્રવેશ થયો છે. જે આગામી 24 તારીખ સુધી સિંહ રાશિમાં સતત જોવા મળશે. જેને કારણે નીચભંગ રાજયોગનું પણ સર્જન થયું છે. તો સૂર્યની રાશિ સિંહમાં પહેલેથી જ બુધ પણ બિરાજમાન છે. જેથી સૂર્ય અને બુધની યુતીને કારણે સિંહ રાશિમાં બુધાદિત્ય યોગ પણ સર્જાયો છે. જેને કારણે બાર રાશીના જાતકો માટે વિવિધ ફળકથન જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવે છે. વધુમાં 17મી ઓગસ્ટના દિવસે સૂર્ય પોતાની સિંહ રાશિમાં પણ પ્રવેશ કરી રહ્યા છે. જેથી ગ્રહ દશાની આ દ્રષ્ટિએ 12 રાશિના જાતકો માટે જ્યોતિષ્યો દ્વારા કેટલાક ઉપાયો સૂચવવામાં આવી રહ્યા છે.

શુક્રએ સૂર્યની રાશી સિંહમાં કર્યો પ્રવેશ (ETV Bharat Gujarat)

આ રાશિના જાતકો માટે ભાગ્યોદય: જૂનાગઢના જ્યોતિષાચાર્ય શાસ્ત્રી ચેતન શુક્લાયે શુક્ર અને બુધ યુતી સૂર્યની સિંહ રાશિમાં ચાલી રહી છે. જેને લઈને 12 રાશિના જાતકો માટે કેટલાક ફળકથનો કર્યા છે. તે મુજબ તુલા રાશિ પર આ ગ્રહ દશા ત્રીજી દ્રષ્ટી કરી રહી છે. જેને કારણે રાશિના જાતકો માટે ભાગ્યોદય વેપાર અને ધનમાં વૃદ્ધિ આયુષ્ય આરોગ્ય સાનુકૂળ અને તમામ મનોકામના આ સમય દરમિયાન પૂર્ણ થઈ શકે છે.

રાશિ ચક્ર (ETV Bharat Gujarat)

આ રાશિના જાતકોને થશે લાભ: ધન રાશીના જાતકો પર ગ્રહોની આ યુતી પાંચમી દૃષ્ટિ કરી રહી છે. તેને કારણે આ સમય દરમિયાન રાશિના જાતકોને થોડો લાભ મળી શકે છે. પરંતુ 17મી તારીખથી ધન રાશિ ના જાતકોને પણ સારો ફાયદો થઈ શકે છે કુંભ રાશિના જાતકો પર શુક્ર અને સૂર્યની સાતમી દ્રષ્ટી પડી રહી છે જેને કારણે કુંભ રાશી ના જાતકોનું આરોગ્ય આયુષ્ય ખૂબ સારું જળવાઈ રહે વેપાર અને ધનમાં વૃદ્ધિ થવાની સાથે નોકરીની શક્યતાઓ પણ પ્રબળ બને છે આ સમય દરમિયાન લગ્નનો યોગ પણ સર્જાઈ શકે છે ગ્રહોની આ યુતીને કારણે કુંભ રાશી ના જાતકો માટે કોઈ જેકપોટ લાગે તેવો સમય પણ આવી શકે છે.

ગ્રહ દશાની અન્ય રાશિઓ પર થતી અસર:મેષ રાશિના જાતકો માટે આ સમય દરમિયાન ખૂબ જ સાવચેતીથી ચાલવાની સાથે વેપાર મિલકતની ખરીદી અને આર્થિક વ્યવહારો કરતી વખતે ધ્યાન રાખવા જેવો સમય છે. આ સમય દરમિયાન પારિવારિક મતભેદો પણ સરસ સર્જાઈ શકે છે.

  • મિથુન રાશિના જાતકો માટે આ સમય સારો માનવામાં આવે છે. આર્થિક લાભ અને ઉન્નતી પણ થઈ શકે છે.
  • વૃષભ રાશિના જાતકો પર ગ્રહ દશા 10 મી દૃષ્ટિ કરી રહી છે જેથી પારિવારિક આરોગ્યમાં સુધારો સૂચવી રહી છે.
  • કર્ક રાશિ પર ગ્રહોની આ યુતી 12મી દ્રષ્ટિ કરી રહી છે જેને કારણે વિદેશ ગમનના યોગ થઈ શકે છે પરંતુ ખૂબ જ સાવચેતીપૂર્વક નિર્ણય કરવાનો સમય પણ સૂચવી જાય છે.
  • કન્યા રાશિના જાતકો માટે ગ્રહની યુતી બીજી દ્રષ્ટિ કરે છે જેને કારણે આ સમય કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ માનવામાં આવે છે.
  • વૃષિક રાશીના જાતકો માટે આ સમય માનસિક સ્થિરતા કેળવવાની સાથે ખૂબ જ સંભાળીને ચાલવા જેવો માનવામાં આવે છે કોઈની સાથે અણ બનાવથી બચવું જોઈએ તેવો સમય વૃષિક રાશીના જાતકો માટે ચાલી રહ્યો છે.
  • મકર રાશિમાં ગ્રહોની યુતી છઠ્ઠી દ્રષ્ટિ પાડે છે સૂર્ય નીચેનો ગ્રહ હોવાને કારણે મકર રાશિના જાતકો માટે મિશ્ર ફળ આપનાર બને છે.
  1. એક સ્થાન ચાર ગ્રહોનું મિલન 12 રાશિ પર પાડશે પ્રભાવ : 4 ગ્રહો 4 જૂને કોને આપી શકે છે સત્તા - astrologer Kishan Joshi predict
  2. આજે અષાઢ શુક્લ પક્ષ પાંચમ, તમામ પ્રકારના શુભ કાર્યો માટે શુભ તિથિ - 11 July Panchang

ABOUT THE AUTHOR

...view details