નવસારી:ગુજરાતમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે અને દિવસે વધતો જાય છે. જેના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે જ્યારે નાના બાળકો આવા રખડતા શ્વાનોના શિકાર બની મોતને ભેટતા હોય છે. ત્યારે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મહુવર ગામેથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશિત થયો છે. મહુવર ગામના રાઠોડ પરિવારનો બાળક ઘરના આંગણે નજીક રમી રહ્યો હતો. તે દરમિયાન રખડતા રખડતા શ્વાનોએ અચાનક બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતા બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
'આ ખૂબ ગંભીર ઘટના બની છે તેનું મને દુઃખ છે. આ ઘટનાની સમગ્ર જાણ થતાં અમે બાળકને યોગ્ય સારવાર આપવા માટે દવાખાને લઈ ગયા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આવનાર સમયમાં આવી કોઈ ઘટના ગામમાં ન બને તે માટે અમે પૂરતા પ્રયાસો કરીશું. - યોગીતા પટેલ, સરપંચ મહુવર ગામ
રમી રહેલા બાળક પર શ્વાનનો હુમલો:નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મહુવા ગામમાં શ્રમજીવી રાઠોડ પરિવાર સામાન્ય મજૂરી કામ કરી પોતાનું પોતાનું જીવન નિર્વાહ કરે છે. ગત બે દિવસ અગાઉ રાઠોડ પરિવારનો ચાર વર્ષનો દીકરો ઘરના આંગણે રમી રહ્યો હતો. તે દરમિયાન ઘરની આસપાસ રહેતા ચારથી પાંચ જેટલા રખડતા શ્વાનોએ અચાનક રમતમાં મશગુલ બનેલા તનય પર તૂટી પડ્યા હતા અને બાળકના શરીરને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી લોહી લુહાણ હાલ કરી નાખ્યો હતો.
પરિવારમાં શોકનો માહોલ:શ્વાનોએ કરેલા હુમલાના કારણે બાળક ચીસ નીકળી ગઈ હતી. જે સાંભળી તેની માતા ઉતાવળે ઘરમાંથી દોડી આવી હતી અને લોહી લુહાણ હાલતમાં પોતાના બાળકને જોઈ તેના ઉડી ગયા હતા. માતાએ હિંમત રાખી પાડોશીઓને તાત્કાલિક બોલાવી પોતાના વહાલ સોયા દીકરાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. ઘટનાની જાણ મરોલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. મરોલી પોલીસે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખીનીય છે કે જિલ્લામાં રખડતા શ્વાનથી અગાઉ પણ બાળકના મોત થયા છે.
- Rotis For Stray Dog: શ્વાનો માટે બને છે અહીં રોજની 2000 રોટલીઓ, રખડતા શ્વાનોની તબિયત ન બગડે તે માટે ખવડાવાય છે રોટલીઓ
- Friendship Day 2023 : શ્વાનોના સુખ અને દુઃખના સાથી એટલે જૂનાગઢના કુતરાવાળા બાપુ, 40 વર્ષોથી શેરી શ્વાનો સાથે મિત્રતાનું બંધન