ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભા ચૂૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈનું કોંગ્રેસમાંથી રાજીનામું - Somabhai resigns from Congress - SOMABHAI RESIGNS FROM CONGRESS

સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ વખત સાંસદ રહી ચૂકેલા સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈનું કોંગ્રેસમાંથી રાજીનામું
સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈનું કોંગ્રેસમાંથી રાજીનામું

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 6:40 AM IST

સુરેન્દ્રનગર: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. એક પછી એક કોંગ્રેસના દિગ્જ્જ ગણાતા નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ વખત સાંસદ રહી ચૂકેલા સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

કેમ આપ્યું રાજીનામું ? :સુરેન્દ્રનગર લોકસભામાં કોળી સમાજનું પ્રભુત્વ આ બેઠક પર આ બેઠક પર તળપદા અને ચુવાળીયા કોળી સમાજના વધુ મતદારો છે. જ્યારે આ બેઠક પર 2014થી ચુવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ લોકસભાની આપી છે. ત્યારે આ વખતે 2024 માં પણ બીજેપીએ ચુવાળીયા જ્ઞાતિના અને મોરબી જિલ્લાના આયાતી ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને ભાજપે ટિકિટ આપી છે. ત્યારે તળપદા કોળીમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ પણ તળપદા કોળી સમાજના હોવાથી તેઓની આગેવાનીમાં તળપદા કોળી સમાજનું સુરનગર અને લીમડી ખાતે સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં તેઓએ એવું પણ કહ્યું હતું કે કોઈપણ પક્ષ તરફથી જે કોળી સમાજને ટિકિટ આપશે તેને તળપદા કોળી સમાજ ટેકો આપી જીતાડવા મદદ કરશે.

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈનું કોંગ્રેસમાંથી રાજીનામું

કોંગ્રેસ પક્ષ દ્વારા તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્ય ચોટીલાના ઋત્વિક મકવાણાને સુરેન્દ્રનગર લોકસભામાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે તળપદા કોળી સમાજમાંથી સોમાભાઈને ટિકિટ ન આપવાથી રાજીનામું આપ્યું હોવાની શક્યતાઓ સામે આવી રહી છે.
તળપદા કોળી સમાજના સંમેલનમાં તળપદા કોળી સમાજે જે પણ પક્ષ ટિકિટ આપશે તેને જીતાડવા તળપદા કોળી સમાજ તેમની સાથે રહેશે તેવું તેઓએ વચન આપ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાને ટિકિટ ન આપવાથી સોમાભાઈએ રાજીનામું આપ્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે.

  1. બનાસકાંઠા લોકસભા બેઠક પર સતત પરિવર્તન આણતો સર્વ સમાજ, પ્રથમવાર ચૂંટણી જંગમાં મહિલા vs મહિલા - Lok Sabha Election 2024
  2. ખેડા લોકસભા બેઠક પર શા માટે કોંગ્રેસના વાવટા સમેટાયા અને ભાજપનો ભગવો લહેરાયો ? - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details