મહેસાણા: કડી પાલિકાના કાર્યક્રમમાં જાણે ભાજપનો જૂથવાદ સામે આવ્યો હોય તેમ નીતિન પટેલે જાહેર મંચ પર બળાપો ઠાલવ્યો હતો. આ વખતે ચૂંટણીમાં મેં કહ્યું ભરતને મદદ કરો, મને કહેવાયું ભરત ના ચાલે. તમે આજકાલ ના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કાઈ તમને ખબર નથી. કડીમાં કયો કાર્યકર ચલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય.
Nitin Patel: કડીમાં નીતિન પટેલેનો જાહેરમાં બળાપો, કહ્યું - તમે આજકાલના આવેલા મને શીખવાડશો ? કડીના રાજકારણની મારા જેટલી કોઈને ખબર નહિ હોય - કડીમાં નીતિન પટેલેનો જાહેરમાં બળાપો
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર મંચ પરથી નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે તમે આજકાલના આવેલા મને શીખવાડશો ? કડીમાં કયો કાર્યકર ચલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય.
Published : Mar 13, 2024, 8:42 AM IST
વિરોધીઓને જવાબ આપતાં તેઓ જણાવી રહ્યા હતા કે પ્રજા મારી જોડે છે, મારે કાઈ લેવાનું નથી કે ચુંટણી લડવાની નથી, હું ઉમેદવાર નથી એ જાહેર કરી દીધું છે. કોઈ ચમચાગીરી નહિ કરવાની પણ તટસ્થતાથી કામ કરવાનું. મારા મનમાં કાંઈ ના હોય પણ કોક પકડાવી દે એવું હોય છે. કોક પકડાવે પણ આપણી બુદ્ધિ ભગવાને આપી હોય એનો ઉપયોગ કરવો જોઈએ. તપાસવું જોઈએ પછી આગળ વધવું જોઈએ.
મહેસાણા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. આ મામલે તેઓએ કહ્યું કે કદી અભિમાન ના રાખવું જોઈએ. ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે.