છેલ્લા 14 વર્ષથી બાબા મિત્ર મંડળ ઉનાળા દરમિયાન મિનરલ વોટરથી તમામ લોકોની છીપાવે છે તરસ જૂનાગઢ: ઉનાળાની ગરમી બિલકુલ શરૂ થઈ ચૂકી છે ત્યારે જુનાગઢમાં પાછલા 14 વર્ષથી ઉનાળાના ત્રણ મહિના દરમિયાન વિનામૂલ્ય લોકોને ઠંડુ અને મિનરલ યુક્ત પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા બાબા મિત્ર મંડણ દ્વારા કરાઇ રહી છે. જુનાગઢના એવા વિસ્તારો કે જ્યાં સવારના દસ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી લોકોની વિશેષ હાજરી અને અવરજવર રહે છે તેવી તમામ જગ્યાએ મિનરલ વોટર પાણીનું પરબ ધમધમતું રાખવામાં આવે છે.
આશીર્વાદ સમાન પાણીનું પરબ: પાછલા 14 વર્ષથી જૂનાગઢમાં લોક સેવા અને સામાજિક કાર્યો સાથે સંકળાયેલા બાબા મિત્ર મંડળ દ્વારા જુનાગઢ શહેરમાં ઉનાળાના ત્રણ મહિના દરમિયાન ભીડભાડ વાળા વિસ્તારો અને ખાસ કરીને કે જ્યાં દિવસ દરમિયાન સૌથી વધારે લોકોની અવરજવર થતી હોય છે તેવા તમામ વિસ્તારોમાં મિનરલ યુક્ત ઠંડુ પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા પ્રત્યેક વ્યક્તિ માટે બાબા મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી રહી છે જેનો લાભ જૂનાગઢના સ્થાનિકો અને ખાસ કરીને ગરીબ મધ્યમ અને મજૂર વર્ગની સાથે એવા લોકો કે જે ઘરની બહાર બપોરના સમયે કામ માટે નીકળે છે અને તેઓ સાથે પીવાનું પાણી નથી લાવતા તેવા તમામ લોકો માટે આ પાણીનું પરબ ખૂબ આશીર્વાદ સમાન બની રહે છે.
પ્રતિદિન 50 હજાર કરતાં વધુ લોકો મેળવે છે લાભ: બાબા મિત્ર મંડળ દ્વારા જુનાગઢ કોર્પોરેશન વિસ્તારના ઘણા ખરા વિસ્તારને આવરી લઈને અહીં ઉનાળા દરમિયાન ૧૨ થી ૧૫ જેટલા પાણીના પરબો શરૂ કરવામાં આવે છે. પ્રત્યેક પરબમાં 20 લીટરના 15 થી વધારે જગ મૂકવામાં આવે છે જે મે મહિના દરમિયાન પ્રતિ દિવસના 12:00 વાગ્યા પહેલા ફરી પાછા ભરીને મુકવામાં આવે છે આટલી પાણીની જરૂરિયાત સામાન્ય લોકોને માર્ગ પર ઉભી થાય છે. વધુ ગરમીના સમયમાં એવી જગ્યા પર પણ પાણીના પરબ શરૂ કરવામાં આવે છે જ્યાં લોકોની સામાન્ય અવરજવર થતી હોય છે પરંતુ ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તાર કે જ્યાં દિવસ દરમિયાન આઠથી દસ વખત ફાટક બંધ થાય છે ત્યાં લોકોને પાણીની વિશેષ જરૂરિયાત પડતી હોય છે. આ સિવાય જૂનાગઢના તમામ બજારો કે જ્યાં મહિલા બાળકો અને બજારને અનુરૂપ મજૂર અને સામાન્ય લોકોની અવરજવર હોય છે તેવા વિસ્તારોમાં પણ વિશેષ પાણીની પરબો ઉનાળા દરમિયાન જરૂરિયાત મુજબ સતત વધારવામાં આવે છે. સામાન્ય ગરમીના દિવસોમાં પ્રતિ દિવસ 50,000ની આસપાસ લોકો આ વિનામૂલ્ય મિનરલ યુક્ત ઠંડા પાણીનો લાભ બપોરે મેળવે છે, જેમાં ગરમી વધવાની સાથે લાભાર્થીઓની સંખ્યામાં પણ વધારો થાય છે.
લાભાર્થી અને સ્વયંસેવકોએ આપી વિગતો: બાબા મિત્ર મંડળના પ્રમુખ નિલેશભાઈ માળીએ ETV ભારતને જણાવ્યું હતું કે, દર વર્ષની માફક આ વર્ષે પણ પહેલી એપ્રિલના દિવસથી વિનામૂલ્યે મિનરલ યુક્ત ઠંડા પાણીના પરબની શરૂઆત કરવામાં આવી છે. આજથી શરૂ કરીને જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી જુનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીની પરબ સતત ધમધમતી રાખવામાં આવશે. આ સિવાય કોઈ નવા વિસ્તારોમાં કે જ્યાં માર્ગ પર લોકોની ભીડભાળ રહેતી હોય લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવી તમામ જગ્યા પર પણ લોકોને વિનામૂલ્ય પાણી મળી રહે તે માટેનો અમારો પ્રયાસ રહે છે. જે જગ્યા પર પાણીના પરબ શરૂ કરાયા છે ત્યાં જગ ખાલી થઈ જવાના કિસ્સામાં ત્યાં લખેલા અમારા નંબર પરથી કોઈ પણ વ્યક્તિ ફોન કરીને અમારું ધ્યાન દોરે છે જેથી દિવસમાં બે વખત ખાલી થયેલા જગોને પણ અમે ભરીને જાહેર માર્ગ પર લોકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા પાછલા 14 વર્ષથી કરી રહ્યા છીએ.
- રાજયમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો, ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ - DIVYESH SOLANKI HUMLO
- અનંત પટેલે કર્યા ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું : રોડ-બ્રિજ બનાવવાથી વિકાસ ના થાય - Anant Patel on BJP