ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાની ઘટના બાદ ગૃહમંત્રીએ સુરત પોલીસ કમિશ્નર કચેરી કંટ્રોલ રુમની મુલાકાત લીધી, સુરક્ષાને લઇને નિરિક્ષણ કર્યુ - Home Minister Harsh sanghavi visit

વડોદરાની ઘટના બાદ રાજ્ય ગૃહમંત્રીએ સુરત પોલીસ કમિશનર કચેરી કંટ્રોલરૂમની મુલાકાત કરીને સમગ્ર રૂટ, ગરબા આયોજન ડોમ, શેરી ગરબા, અવનવી જગ્યાઓનું પોલીસ કંટ્રોલરૂમથી નિરીક્ષણ કર્યું.

વડોદરાની ઘટના બાદ ગૃહમંત્રીએ સુરત પોલીસ કમિશ્નર કચેરી કંટ્રોલ રુમની મુલાકાત લીધી
વડોદરાની ઘટના બાદ ગૃહમંત્રીએ સુરત પોલીસ કમિશ્નર કચેરી કંટ્રોલ રુમની મુલાકાત લીધી (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2024, 7:30 PM IST

સુરત:વડોદરા જિલ્લાની ઘટના બાદ રાજ્ય ગૃહમંત્રીએ સુરત પોલીસ કમિશનર કચેરી કંટ્રોલરૂમની આકસ્મિક મુલાકાત કરી હતી. સમગ્ર રૂટ, ગરબા આયોજન ડોમ, શેરી ગરબા, અવનવી જગ્યાઓનું પોલીસ કંટ્રોલરૂમથી નિરીક્ષણ કર્યું હતું.

ગરબાઓ પર હર્ષ સંઘવીની નજર: સુરતમાં રમાતા ગરબાઓ પર હર્ષ સંઘવી દ્વારા નજર રાખવામાં આવી હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, DCP વિજયસિંહ ગુજ્જર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કંટ્રોલરૂમ ખાતે હાજર રહ્યા હતા.

વડોદરાની ઘટના બાદ ગૃહમંત્રીએ સુરત પોલીસ કમિશ્નર કચેરી કંટ્રોલ રુમની મુલાકાત લીધી (Etv Bharat gujarat)

તેમની પાસેથી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડોદરાના ભાયલી રોડ ઉપર ગેંગરેપની ઘટના રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, આ ઘટના નવરાત્રી દરમિયાન બનવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરાની ઘટના બાદ ગૃહમંત્રીએ સુરત પોલીસ કમિશ્નર કચેરી કંટ્રોલ રુમની મુલાકાત લીધી (Etv Bharat gujarat)

ગૃહમંત્રી સુરત પોલીસ કમિશ્નર કચેરીની મુલાકાતે: વડોદરામાં બનેલી ઘટના પરથી કાયદો વ્યવસ્થા કથળી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મહિલાઓને સુરક્ષાને લઇને ગુજરાત પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓ ગુજરાત પોલીસને શરમમાં મૂકે તેવી ઘટનાઓ છે. જેને લઇને રાજ્ય ગૃહમંત્રીએ સુરત પોલીસ કમિશ્નર કચેરીની આકસ્મિક મુલાકાત કરી હતી.

ગૃહમંત્રીની અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા: આ સાથે સમગ્ર રુટ, ગરબા આયોજન ડોમ, શેરી ગરબા, અવનવી જગ્યાઓનું પોલીસ કંટ્રોલરુમથી નિરિક્ષણ કર્યું હતું. તેઓ તમામ અધિકારીઓ સાથે સુરક્ષાને લઇને ટેલિફોનિક ચર્ચા કરી હતી. સુરક્ષા અને કાયદામાં જ્યાં ક્ષતિ જણાય ત્યાં કડક વલણ અપનાવવામાં આવે તેઓ આદેશ કર્યો હતો. તે ઉપરાંત શહેરની ટ્રાફિકને લઇને કંટ્રોલ રુમના પોલીસ કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો:

  1. 'મારુ અને પોલીસનું લોહી ઉકળી ઉઠ્યું છે', વડોદરા ગેંગ રેપ મુદ્દે બોલ્યા હર્ષ સંઘવી - Harsh Sanghvi On Vadodara case
  2. મિત્ર સાથે બેસેલી કિશોરી પર ગેંગરેપ કેસમાં વડોદરા પોલીસે કર્યું પીડિતાનું કાઉન્સેલિંગ, ચોંકાવનારી વાત સામે આવી - Vadodara Gang Rape case

ABOUT THE AUTHOR

...view details