ગુજરાત

gujarat

ETV Bharat / state

2000 વિદેશી ફ્લેમિંગો સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જાણે સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે - Flamingo

યાયાવર પક્ષી ફ્લેમિંગોને ગુજરાતનું આંગણું મનગમતું બની ગયું છે. ખંભાત, કચ્છના દરિયાકિનારા ઉપરાંત સુરતમાં પણ ફ્લેમિંગોની સુરખી ફેલાઇ છે. પાંચેક વર્ષથી ફ્લેમિંગોની સંખ્યા વધતી રહી છે ત્યારે આ વર્ષે સુરતમાં ફ્લેમિંગોની સંખ્યા 2000 થઈ ગઈ છે.

2000 વિદેશી ફ્લેમિંગો સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જાણે સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે
2000 વિદેશી ફ્લેમિંગો સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જાણે સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 4:16 PM IST

સુરતમાં ફ્લેમિંગોની સંખ્યા 2000

સુરત : ડાયમન્ડ સિટી, સિલ્ક સિટી હવે જાણે ફ્લેમિંગો સિટી બનવા જઈ રહ્યું છે. આમ તો ફ્લેમિંગો એટલે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. જે મોટાભાગે ખંભાત અને કચ્છ વિસ્તારમાં જોવા મળતા હોય છે પરંતુ ફ્લેમિંગોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સતત વધી રહી છે. ગુજરાત અન્ય જિલ્લાઓમાં ફ્લેમિંગો ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે. પરંતુ આ વર્ષે સુરતમાં ફ્લેમિંગોની સંખ્યા 2000 થઈ ગઈ છે.

અમેરિકાન સ્પીસીસમાંથી એક : તાપી નદી અને અરબ સાગરના સંગમ સ્થળે હાલ ઉનાળાના સીઝનમાં હજારોની સંખ્યામાં રાજ્ય પક્ષી ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. આમ તો વિદેશી પક્ષી ફ્લેમિંગો સુરતને બાયપાસ કરીને જતાં રહેતાં હોય છે. પરંતુ આ વર્ષે હજારોની સંખ્યામાં ફ્લેમિંગો સુરત તાપી નદી કિનારે જોવા મળી રહ્યા છે છેલ્લા 7-8 વર્ષથી તેઓ સુરતના મહેમાન બનીને આવી રહ્યા છે. દર વર્ષે તેમની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. સુરતમાં જે ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે તે અમેરિકાની ચાર સ્પીસીસમાંથી એક છે. તે એક પગે ઊભું રહે છે અને તેનો બીજો પગ વાળેલો રાખે છે. ગુલાબી રંગના ફ્લેમિંગોને સુરતની સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જોઈ એમ લાગે છે કે જાણે એ સૂર્ય નમસ્કાર કરે છે.

છીછરા પાણીમાં લીલ ખાઈને જીવે છે: પક્ષીઓના જાણકાર દર્શન દેસાઈના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી ફ્લેમિંગો સુરતમાં આવી રહ્યા છે. ગ્રેટર ફ્લેમિંગોની મોટી વસાહત અને બ્રીડિંગ સાઇટ તરીકે હવે સુરત સિટી જોવા મળી રહ્યું છે. સુરતની ફ્લેમિંગો સિટીમાં પ્રભાવક માત્રામાં બ્રીડિંગ થઈ રહ્યું છે. આમ તો ફ્લેમિંગો એટલે કે સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. વર્ષોથી ખંભાત કચ્છ સુધી તેઓ આવ જાવ કરતા હોય છે. વર્ષો પહેલા તેમની સંખ્યા હજારોમાં હતી. પાછલા અમુક વર્ષો કરતા હાલ સુરત ખાતે ફ્લેમિંગોની સંખ્યા વધી છે. ઉતરાયણમાં પણ ચાર જેટલા ફ્લેમિંગો ઇજાગ્રસ્ત મળી આવ્યા હતા. હાલ 1500થી 2000 જેટલા ફ્લેમિંગો તાપી અને દરિયાના ઉપપ્રદેશમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ફ્લેમિંગો જ્યાં મીઠું અને ખારો પાણી ભેગો થાય જ્યાં છીછરું પાણી હોય, અડધું ખારું અને અડધું મીઠું, જ્યાં અમુક પ્રકારની લીલ અને વનસ્પતિ હોય છે તે તેમની પર જીવતું પક્ષી છે. છીછરા પાણીમાં તેઓ લીલ ખાઈને જીવે છે.આ લોકો ઓછા પાણીમાં જ્યાં પણ આવું હોય ત્યાં અગાડી તેઓ આવતા હોય છે.

સુરતમાં બંને પ્રકારના ગ્રુપ જોવા મળ્યા : દર્શન દેસાઈના જણાવ્યા અનુસાર સુરખાબની વિશેષતા હોય છે કે તે સામાન્ય રીતે મેટિંગ ગ્રુપ હોય કે જે લોકો પ્રજનન કરતા હોય તે પક્ષીઓનું ગ્રુપ આખું અલગ થઇ જાય અને બીજા બચ્ચાંઓ કે અન્ય પક્ષીઓનું ગ્રુપ આખું અલગ હોય છે. સામાન્ય રીતે આવા બે પ્રકારના ગ્રુપ જોવા મળતા હોય છે. જે મેટિંગ ગ્રુપ હોય છે તેમનો કલર એકદમ ગુલાબી અને લાલ જોવા મળે છે. આ વખતે સુરતમાં બંને પ્રકારના ગ્રુપ જોવા મળ્યા છે. આમ તો અમે અનુમાન સામાન્ય રીતે ન લગાવી શકીએ, પરંતુ કચ્છ બાજુ જે એમનું બીજું સ્થળ છે ત્યાં પાણી અથવા તો સંજોગો બદલાયા હોય તો તેઓ અહીં વધુ રહી જાય અથવા તો વધુ પ્રમાણમાં આવતા હોય.

ઇજાગ્રસ્ત થતાં બચાવવાની કાળજી લેવી જરુરી : હવામાનમાં મોટો ફેરફાર જોવા મળે અથવા તો ડીલે થાય તો એમના પ્રમાણે તેમનું બિહેવીયર જોવા મળે છે. સુરખાબ એકદમ જેન્ટલ અને સુંદર પક્ષી છે. ઉતરાણમાં આ વખતે ત્રણથી ચાર જેટલા ઇજાગ્રસ્ત પણ થયા હતાં. એમાંથી અમે બે થી ત્રણને બચાવી પણ શક્યા છે. બાકી બે ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થવાથી મોત નીપજ્યું હતું. જો આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી હોય તો ખાસ આપણે નોંધ લેવી જોઈએ આપણા રહેણીકરણી તેમને નુકસાન ન થાય તે માટે ખાસ કાળજી લેવી જોઈએ. જ્યારે તાપી નદી કિનારે આટલી મોટી સંખ્યામાં સુરખાબ આવે તો એ ખૂબ જ ગર્વની બાબત છે. આટલી મોટી સંખ્યામાં સુરખાબ આવતા હોય તે અન્ય જિલ્લા નથી જેથી સુરત માટે મોટી બાબત છે.

  1. ગીરમાં યાયાવર અને સ્થાનિક પક્ષીની ગણતરી શરુ, ગત વર્ષ કરતા માઈગ્રેટ બર્ડની પ્રજાતિમાં ઘટાડો નોંધાયો
  2. Kutch Flamingo Tourism : ખડીરબેટમાં જોવા મળ્યા હજારો ફલેમિંગો, વિકસાવી શકાય છે 'ફ્લેમિંગો ટૂરિઝમ'

ABOUT THE AUTHOR

...view details