જુનાગઢ: સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ પ્રજાસત્તાક પર્વનો ઉમંગ જોવા મળ્યો હતો. આ વખતે ગુજરાતમાં રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જુનાગઢમાં કરવામાં આવી હતી.
75th Republic Day 2024: જુનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો ફરકાવ્યો - પ્રજાસત્તાક પર્વની ઉજવણી
સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ પ્રજાસત્તાક પર્વનો ઉમંગ જોવા મળ્યો હતો. આ વખતે ગુજરાતમાં રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જુનાગઢમાં કરવામાં આવી હતી. જુનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ઘ્વજવંદન સમારોહ યોજાયો હતો.
Published : Jan 26, 2024, 12:45 PM IST
જુનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ઘ્વજવંદન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ, રાજકીય સામાજિક આગેવાનો, સરકારના અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરંપરાગત પોષાકમાં અને માથે પાઘડી પહેરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી અને ખુલ્લી જીપમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાને ગણતંત્ર સમારોહ પરેડનું નિરીક્ષણ કર્યું તેમજ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
રાજયપાલ જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે હેલીકોપ્ટર ઉપરથી તિરંગા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ રાષ્ટ્રગાનની ધૂનમાં સૌ કોઈ સહભાગી થયાં હતા. મહત્વપૂર્ણ છે કે, પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.