સુરત: સુરત નજીક સચિન બોર્ડ વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીને શુક્રવારે રાતે તબિયત લથડી હતી. બાળકીએ માતા-પિતાને તાવ આવતો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તબીયત વધુ ખરાબ થતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. હાલમાં બાળકીની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરતમાં પહેલો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ, તંત્ર દોડતું થયું - chandipura virus - CHANDIPURA VIRUS
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજરોજ 21 જુલાઈના રોજ સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 11 વર્ષની બાળકીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરાઈ છે.,
Published : Jul 21, 2024, 6:48 PM IST
શહેરનો પહેલો ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ:સચિન સ્લમ બોર્ડ આવાસમાં રહેતા પરિવારની દીકરીને શુક્રવારે રાતે તબિયત લથડી હતી. રાતે તાવ આવતા વહેલી સવારે માતા-પિતા સચિન વિસ્તારની જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં સારવાર આપ્યા બાદ તબીયત વધુ બગડતા ડોક્ટરોએ તેમને એમ્સ હોસ્પિટલમાં અથવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું હતું. માતા-પિતા દ્વારા તેને સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ બપોરે ત્રણ વાગ્યે લઈ આવતા ડોક્ટરે તેને વેલ્ટીનેટર ઉપર રાખી સારવાર શરૂ કરી છે.