NCC કેડેટ્સ દ્વારા સમુદ્રમાં 250 કિલોમીટર સેલિંગ એક્સપીડિશન પ્રારંભ પોરબંદર: ગુજરાતમાં સૌપ્રથમવાર NCC કેડેટ્સ દ્વારા સમુદ્રમાં 250 કિલોમીટર સેલિંગ એક્સપીડીશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે જણાવતા જામનગર NCCના ગ્રુપ કમાન્ડર એચ.કે સિંહે માહિતી આપી હતી કે દર વર્ષે સેલિંગ કોમ્પિટિશન એક વખત કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રથમ વખત સમુદ્રમાં સેલિંગ એક્સપીડીશન આજે કરવામાં આવી રહ્યું છે. આ પહેલા સેલિંગ એક્સપીરેશન તળાવ અથવા ડેમમા કરવામાં આવતું હતું.
સૌરાષ્ટ્ર નૌકાયાન 2024 નો પ્રારંભ સમુદ્રમાં સેલિંગ એક્સપીડેશન દ્વારા NCC કેડેટ્સને અલગ અલગ અનુભવો મળશે અને તેઓનું મનોબળ વધશે તથા આત્મવિશ્વાસ પણ વધશે અને લીડરશીપનો ગુણ કેળવાશે. ગુજરાતના ટ્રેડિશનલ ડાયરેક્ટર જનરલ રમેશ ચાંડુગલ દ્વારા ફ્લેગ ઓફ કરાયું હતું અને સૌરાષ્ટ્ર નૌકા અભિયાન પોરબંદરથી શરૂ થઈ અંદાજિત 250 જેટલા કિલોમીટર કાપી દીવ સુધી પૂર્ણ થશે.
પોરબંદરથી દિલ સુધી આશરે 250 કિલોમીટરનો સફર NCC કેડેટ્સ દરિયાઈ માર્ગ દ્વારા કરવાના હોય ત્યારે આ ઓક્સિડેશનમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સેફ્ટી અંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવાઈ સમુદ્રી અને રોડ પર પૂરતું પ્રોટેક્શન રાખવામાં આવ્યું છે અને નેવી દ્વારા સતત સંપર્કમાં રહી સલામત રીતે પ્રવાસ થાય તેવું આયોજન કરાયું છે.' -એચ.કે સિંહ, જામનગર NCCના ગ્રુપ કમાન્ડર
ગુજરાતના અલગ અલગ સ્થળો પરથી જેમ કે જામનગર પોરબંદર અમદાવાદમાંથી 60 થી પણ વધુ NCC કેડેટ્સ જેમાં 30 યુવતીઓ અને અન્ય યુવાનો પણ જોડાયા છે. 21 ફેબ્રુઆરીથી શરૂ થયેલ આ એક્સિડેશન 1 અથવા 2 માર્ચે પૂર્ણ થશે. તેઓની સેફ્ટી સહિત ડીકે વિલર (37 ડ્રોપ કિલ વિલર) તરીકે જાણીતી બોટમાં તેઓ હંમેશા મારીને દરિયો ખેડશે. આ બોટ મોટા શીપની સરખામણીએ વધુ મજબૂત હોય છે અને દરિયાના મોજા સામે ટક્કર ઝીલવામાં પણ વધુ ક્ષમતા ધરાવે છે અને તેમાં ખતરાની સંભાવના ઓછી છે.