ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રીય નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો બનાવવો પડ્યો ભારે, ગુજરાત પોલીસે નોંધી FIR - Deepfake videos - DEEPFAKE VIDEOS

હાલમાં જ કેન્દ્રીય નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો હતો. જોકે આ મામલે ગુજરાત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ કૃત્ય કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો ચિરાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ એકાઉન્ટમાંથી પોસ્ટ થયો હતો.

કેન્દ્રીય નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો
કેન્દ્રીય નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 11:29 AM IST

Updated : Jul 10, 2024, 11:43 AM IST

કેન્દ્રીય નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો (ETV Bharat Reporter)

અમદાવાદ :GST મુદ્દે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણનો ડિપ ફેક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો હતો. આ મામલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની સ્પીચનો આધાર લઈને ડિપ ફેક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ચિરાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ એકાઉન્ટમાંથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

  • ડિપ ફેક વીડિયો ફેલાવવો ભ્રામક કૃત્ય : ગૃહ રાજ્યમંત્રી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નાગરિકોને ગેરમાર્ગે દોરવા માટે ડીપ ફેક વીડિયો ફેલાવવો, તે ભ્રામક કૃત્ય છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ગુજરાત પોલીસે આ ડીપ ફેક વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

ગુજરાત પોલીસે નોંધી FIR :ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો આ ડીપ ફેક વિડીયો 8 જુલાઈના રોજ આ ચિરાગ પટેલ નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે. જેમાં નાણામંત્રી કહી રહ્યા છે કે, સરકારને જીએસટીથી કેટલી આવક થઈ છે એ ન પૂછો.

કોણ છે ચિરાગ પટેલ :વીડિયો ક્લિપમાં સીતારામન મીડિયા સાથે વાત કરતા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને ગોપનીય માહિતી ટેક્સ કહેતા જોવા મળે છે. ચિરાગ પટેલ નામના વ્યક્તિએ તેના એક્સ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો હતો. તેની X (અગાઉનું ટ્વિટર) પ્રોફાઈલ મુજબ ચિરાગ પટેલ અમેરિકામાં રહે છે. તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023 કલમ 336(4), 356, 353 (B) તથા આઈટી એક્ટ કલમ 66-D મુજબ ગુનો નોંધ્યો છે.

  1. પીએમ મોદીએ ' ડીપફેક ' ને સમસ્યા કહી જનજાગૃતિ માટે મીડિયાને અપીલ કરી, દિલ્હીમાં વધુ શું કહ્યું જૂઓ
  2. રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો કેસમાં પોલીસે બિહારના યુવકને ઝડપી લીધો, જાણો શું કહ્યું આરોપીએ
Last Updated : Jul 10, 2024, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details