પાટણઃપાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેરના પ્રેમનગરમાં પડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થતા અને આ બોલા ચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હોવાનું તેમજ એક વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હોય તેઓને પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ધટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બે પરિવાર વચ્ચે ધીંગાણું (Etv Bharat Gujarat) રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે મંગળવારના ચારેક વાગ્યાના સમયે યુવક નોકરી પર જઈ રહ્યો હતો, તે દરમિયાન પાડોશમાં રહેતા યુવેક અચાનક પાછળથી આવીને ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકને માથામાં ભાગે ધારિયું મારતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જેમાં યુવકની માતા વચ્ચે છોડાવા પડતાં તેઓને પણ માથાના ભાગે ધારિયા વડે હુમલો કરતો માતાને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.
બનાવની વિસ્તૃત વિગતઃ રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે રહેતા કેશાજી ઠાકોર તેઓ અને તેઓના પરિવારજનો ઘર પર હાજર હતા. તે દરમિયાન તેઓનો પુત્ર 15 વર્ષીય યુવક જગદીશ અને તેનો મિત્ર સુરત ખાતે નોકરી પર જઈ રહ્યો હતો. ત્યારે અચાનક પાછળ આવીને એક યુવકે ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને જેમાં જગદીશના માથાના અને ગળાના ભાગે ધારિયા વડે ગંભીર ઈજાઓ પહોંચતા જગદીશ જમીન પર ઢળી પડ્યો હતો. પુત્રને આ હાલતમાં જોઈ માતાએ તુરંત સંતાનની ચિંતા થઈ અને તેઓની માતા બચાવવા વચ્ચે પડ્યા પણ શખ્સે તેની માતાને પણ માથાના ભાગે ધારિયા મારતા માતા અને પુત્ર જમીન પર ઢળી પડ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા એકત્રિત થઈને ઇજાગ્રસ્ત અને મૃતકને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોય તેઓને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ સારવાર લીધા બાદ ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
થોડી અમથી જગ્યા માટે જીવ લેવાયોઃ રાધનપુરના તપાસ કરનાર પોલીસ અધિકારી એમ કે ચૌધરીએ જણાવ્યું હતું. આ બંને પરિવાર આજુબાજુ રહેતા હતા પોતાની જગ્યામાં દબાણ કરવાના બાબતે ઝગડો થયેલો હતો. વ્યક્તિ નોકરીએ જતા હતા એ વખતે પાછળથી ધરિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેને બચાવવા જતા આરોપીની પત્ની તેની માતાને પકડી રાખવામાં એની માતાને પણ ધારિયા વડે ઘાયલ કરી હતી. મુખ્ય આરોપી અને તેની પત્ની મદદગારમાં બંને ઉપર ફરિયાદ નોંધી અલગ અલગ ત્રણ ટીમ બનાવી આરોપીને પકડવાની ચક્રો ગતીમાન કર્યા છે.
- સુરતમાં ડુમ્મસ બીચ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ અંતર્ગત કોસ્ટલ ક્લિનીંગ ડ્રાઈવ યોજાઈ, NSSના 500 યુવાઓએ ભાગ લીધો - international clean day
- Video: ગુજરાતમાં દારૂ ઘૂસાડવા આવું ભેજું દોડાવ્યું, રાજસ્થાનની વાન પહોંચી ગઈ રાજકોટ પણ છેલ્લે... - Liquor seized in Rajkot