ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ખેડૂતોએ પાવરગ્રીડ વીજ કંપની સામે વિરોધ દર્શાવ્યો, જય જવાન જય કિસાનના લગાવ્યા નારા - protest against power grid - PROTEST AGAINST POWER GRID

પાટણના આનંદ સરોવર ખાતે પાટણ જિલ્લાના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. ખેડૂતોએ અહીં જય જવાન જય કિશાનની નારેબાજી કરી હતી. તેમણે જમીનના યોગ્ય વળતરને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. - protest against power grid

પાટણમાં ખેડૂતોનો પાવરગ્રીડ વીજ કંપની સામે વિરોધ
પાટણમાં ખેડૂતોનો પાવરગ્રીડ વીજ કંપની સામે વિરોધ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2024, 6:49 PM IST

પાટણઃપાટણના આનંદ સરોવર ખાતે પાટણ જિલ્લાના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. ખેડૂતોએ અહીં જય જવાન જય કિશાનની નારેબાજી કરી હતી. તેમણે જમીનના યોગ્ય વળતરને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. પાવરગ્રીડ નામની આ વીજ કંપની સામે ખેડૂતોએ પોતાની કપાત જમીન અને ખેતરોના યોગ્ય વળતર આપવાની માગણી કરી હતી.

પાટણમાં ખેડૂતોનો પાવરગ્રીડ વીજ કંપની સામે વિરોધ (Etv Bharat Gujarat)

ખેડૂતોએ જય જવાન જય કિસાનનાં લગાવ્યા નારાઃપાવરગ્રીડ વીજ કંપની દ્વારા ચાલતી કામગીરીમાં કપાતમાં ગયેલા પોતાના ખેતરોની જમીનનું યોગ્ય વળતર આપવાની ખેડૂતોએ માગ કરી હતી. આ દરમિયાન તેમણે નારેબાજી કરી હતી. તેમણે જય જવાન જય કિશાનના સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઉપરાંત તેમણે જો આવનાર સમયમાં ખેડૂતોની માગ સંતોષવામાં નહીં આવેતો 15 જિલ્લાના ખેડૂતો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ખેડૂતો પોતાની માગ નહીં સંતોષાય તો આ આંદોલનને પાટણથી ગાંધીનગર સુધી ગજવવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેને લઈને સરકારે પણ કંપની અને ખેડૂતો વચ્ચે યોગ્ય નિરાકરણ આવે તેવી પહેલ કરવી પડે તે જરૂરી બની છે. કારણ કે વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીન લીધા પછી તેમને યોગ્ય વળતર આપવા સંદર્ભે પહેલાથી જ યોગ્ય કામગીરી થવી અનિવાર્ય છે. હવે આ મુશકેલી કેવી રીતે ઉકેલવી તેને લઈને યોગ્ય રસ્તો અપનાવવાની જરૂર છે. હવે જોવું રહ્યું આગામી સમયમાં આ મામલો કેવા વળાંક લે છે.

  1. સુરતમાં દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈઃ 3 કલાક સર્જરી પછી જીવ બચ્યો - Girl swallows magnetic bead
  2. અમદાવાદ અને ભુજ વચ્ચે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ, જાણો શું છે સુવિધાઓ - Vande Metro train

ABOUT THE AUTHOR

...view details