ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં વરસાદ સાથે પવનથી ઢાળીયાના પતરા ઉડ્યા, વીજ કરંટથી એક વ્યક્તિનું મોત - Banaskantha rain update - BANASKANTHA RAIN UPDATE

બનાસકાંઠામાં અસહ્ય ઉકળાટ બાદ ધમધોકાટ વરસાદની બેટીંગ શરૂ થઈ હતી અને ન માત્ર વરસાદ પણ ભારે પવન પણ. જેને કારણે જનજીવનને ભારે અસર પહોંચી હતી. આવો જાણીએ અહીં વરસાદ અંગેનો વિસ્તૃત અહેવાલ- Banaskantha rain update

બનાસકાંઠામાં વરસાદ
બનાસકાંઠામાં વરસાદ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2024, 3:28 PM IST

બનાસકાંઠાઃબનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી સાથે ક્યાંક ખુશી તો ક્યાક ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડગામ પંથકમાં ભારે પવને હવામાં પતરા ઉડાડયા તો ડીસામાં પવનથી જીવંત વીજ તાર તૂટી આઈસ્ક્રીમની લારી પર પડતા એકનું મોત થયું છે.

બનાસકાંઠામાં વરસાદ (Etv Bharat Gujarat)

બનાસકાંઠામાં આજે બપોર બાદ અચાનક જ અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ પડ્યું હતું. જેમા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. વડગામ પંથકના જલોત્રા ગામે ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. જેમાં ખેતરોમાં બનાવેલા ઢાળિયા અને છાપરા અને પતરા ઉડ્યા હતા. સાથે જ ખેતરોમાં વાવેલા પાકનો પણ સોથ વળી જતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

વીજ તાર તૂટી પડતા એક વ્યક્તિનું મોત

જોકે ડીસા પંથકમાં પવન સાથે આવેલા વરસાદના કારણે જીવંત વીજ તાર તૂટીને આઈસ્ક્રીમની લારી પર પડતાં રાજસ્થાનના બહાદુરસિંહ ઈશ્વરસિંહ સુડાવતને કરંટ લાગ્યો હતો ત્યારે તેમન હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત થતા પરિજનોમાં શોકનું મોજુ ફરી વળી છે. રાજસ્થાનના બહાદુરસિંહ પરિવાર સાથે ડીસામાં આઈસ્ક્રીમનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા જોકે વરસાદની સાથે આવેલા પવનના કારણે જીવંત વિજતાર આઇસ્ક્રીમની લારી પર પડ્યો હતો જેમાં તેમનું મોત થયું છે.

બનાસકાંઠામાં વરસાદ (Etv Bharat Gujarat)

બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી. ખેડૂતોએ ચોમાસુ વાવેલા પાક મુર્જાવવા લાગ્યો હતો ત્યારે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોતા હતા ત્યારે વરસાદી માહોલ બનાસકાંઠા જિલ્લામાં બનતા ફરી એકવાર ચોમાસુ પાકને જીવન મળ્યું છે અને ખેડૂતોની ચિંતા પણ ઓછી થઈ છે.

એટલે કે ક્યાંક મેઘ મહેર સાથે ક્યાંક મેઘ કહેરના દ્રશ્યો બનાસકાંઠામાં સામે આવ્યા છે જેમાં એક રાજસ્થાનના પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો તો વડગામના જલોત્રા ગામે ભારે પવનના કારણે લોકોને નુકસાન સહન કરવું પડ્યું છે.

  1. ભાવનગરમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન : એક ટ્રક ફસાયો તો બીજો મોકલ્યો, અંધારામાં વાહનોની લાઈટ ચાલુ કરી અને પછી... - Bhavnagar Rescue Operation
  2. અમદાવાદમાં JPC બેઠક : વિપક્ષે તાજ સ્કાયલાઇન હોટલ બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો - Wakf Amendment Bill 2024

ABOUT THE AUTHOR

...view details