ગુજરાત

gujarat

ETV Bharat / state

રાધનપુરના શોપિંગ મોલમાં ઇલેક્ટ્રિક ઉપકરણો ખુલ્લા જોવા મળ્યા, લોકોમાં ભયની સ્થિતિ - Electrical appliances open in Radhanpur - ELECTRICAL APPLIANCES OPEN IN RADHANPUR

પાટણના રાધનપુરમાં ઇલેક્ટ્રિક ઉપકરણો ખુલ્લા જોવા મળતા શોપિંગ મોલમાં ખતરો ઉભો થયો છે, છતાં કોઈ કેમ એક્શન લઈ રહ્યા નથી વગેરે સવાલો ઊભા થયા છે? Electrical appliances open in Radhanpur

રાધનપુરમાં વીજ વાયરો ખુલ્લા છતાં કોઈ એક્શન નહીં
રાધનપુરમાં વીજ વાયરો ખુલ્લા છતાં કોઈ એક્શન નહીં (ETV bharat Guajrat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 9, 2024, 4:45 PM IST

પાટણ:રાધનપુર શહેરમાં આવેલ મારુતિ પ્લાઝા શોપિંગમાં વિજ વાયર જોખમી જણાઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક ઉપકરણો ખુલ્લા જોવા મળતા શોપિંગ માં ખતરો ઉભો થયો છે, છતાં કોઈ કેમ એક્શન લઈ રહ્યા નાથી વગેરે સવાલો ઊભા થયા છે? અગાઉ પણ મારુતિ પ્લાઝા શોપિંગ ખાતે પાલિકા ટીમ મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળે પહોંચી ફાયર સેફ્ટી અભાવને લઇને નોટીસ આપવામાં હતી.

પાટણના રાધનપુરમાં ઇલેક્ટ્રિક ઉપકરણો ખુલ્લા જોવા મળતા શોપિંગ મોલમાં ખતરો ઉભો થયો (ETV bharat Gujarat)

ફરી એકવાર શહેરના શોપિંગમાં ખુલ્લા વીજવાયર:રાધનપુર શહેરમાં થોડા સમય પહેલા જ તાલુકા પંચાયત કચેરી ખાતે પણ વીજ વાયરો જોખમી જણાઈ આવ્યા હતા. આ ઘટનાને હજી સમય વીત્યો નથી એવામાં ત્યાં એકવાર ફરી શહેરના શોપિંગમાં ખુલ્લા વીજવાયર જોવા મળી રહ્યા છે.

વિજવાયર ખુલ્લા હોવાથી લોકોમાં ભય: પાટણના રાધનપુર શહેરના વારાહી હાઇવે પર આવેલ મારુતિ પ્લાઝા શોપિંગમાં ઇલેક્ટ્રિક મેઈન વિજ વાયર ખુલ્લો હોવાથી અવર જવર કરતા લોકોમાં ભય સર્જાયો છે. શોપિંગ મોલમાં અવર જવર કરતા લોકોને લઇને ટ્રાફિક રહેતા શોપિંગમાં જ વિજ વાયર ખૂલ્લો હોવાથી લોકોમાં ભય નો માહોલ છવાયો છે. જો આ શોપિંગ માં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ? તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.

લોકો દ્વારા તંત્રને અપીલ: ઇલેક્ટ્રિક ઉપકરણો ખુલ્લા જોવા મળતા શોપિંગ મોલમાં ખતરો જણાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

  1. માંડવીના કરંજ ગામે ત્રણ યુવાનોએ કિશોરીઓની કરી છેડતી - molested of 3 teenager girl
  2. રાજકોટના ખંઢેરી-પડધરી સેકશનમાં ડબલ ટ્રેકના કામના કારણે બ્લોક લેવાતા રેલ વ્યવહાર પર થશે અસર - Impact on rail traffic due to double track work

ABOUT THE AUTHOR

...view details