ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં સારા વરસાદ અને ભાઈચારાની દુઆ સાથે ઈદ ઉલ અધા (બકરા ઈદ)ની ઉજવણી કરાઈ - Eid Al Adha Festival 2024 - EID AL ADHA FESTIVAL 2024

ભારતભરમાં આજે બકરી ઈદનો ઉત્સવ ઉજવવામાં આવી રહયો છે. એવામાં ભુજના મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને ભુજમાં સારા વરસાદ અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારની એકતાની દુવા માંગતા "ઈદ ઉલ અધા" (બકરા ઈદ)ની ઉજવણી કરી હતી. Eid Al Adha Festival 2024

ભુજના મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને "ઈદ ઉલ અધા" (બકરા ઈદ)ની ઉજવણી કરી
ભુજના મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને "ઈદ ઉલ અધા" (બકરા ઈદ)ની ઉજવણી કરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 4:11 PM IST

ભુજના મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને "ઈદ ઉલ અધા" (બકરા ઈદ)ની ઉજવણી કરી (ETV BHARAT Gujarat)

કચ્છ: આજે બકરી ઇદના દિવસે ભુજમાં મોટી સંખ્યામાં ઈદગાહ ખાતે સાથે રહીને મુસ્લિમ બિરાદરોએ "ઈદ ઉલ અધા" (બકરી ઈદ)ની નમાઝ અદા કરી હતી. આ સાથે ભારતભરમાં હિંદુ મુસ્લિમની એકતા બની રહે અને ભાઈચારો વધે તેવી દુઆ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ ઇદગાહ પર ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મોલાના સૈયદ ખેરશાબાવા અને મોલાના સલીમ કાદરીને સાલ ઓઢાડી, ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

ભુજમાં સારા વરસાદ અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારની એકતાની દુવા માંગતા મુસ્લિમ ભાઈઓ (ETV BHARAT Gujarat)

હિન્દુ ભાઈઓએ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારક-બાદ પાઠવી: ભુજમાં આજે બકરી ઈદના દિવસે મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને બકરી ઈદની ઉજવણી જકારી હતી. તે દરમિયાન મુસ્લિમ ભાઈઓએ પીએસઆઇ વાઘેલાનું પણ ફૂલહાર અર્પણ કરીને સન્માન કર્યું હતું. કચ્છનાં તમામ હિન્દુ ભાઈઓએ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારક-બાદ પાઠવી હતી. અહી મુસ્લિમ અગ્રણીઓમાં અલી મોહમ્મદ જત, જુમ્મા નોડે, અનવર નોડે, ગની કુંભાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કચ્છ અને ભુજમાં આ વર્ષે સારો વરસાદ વરસે તેવી દુઆ પણ માંગવામાં આવી હતી.

ભુજમાં સારા વરસાદ અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારની એકતાની દુવા માંગતા મુસ્લિમ ભાઈઓ (ETV BHARAT Gujarat)
  1. ઈદ મુબારક, જૂનાગઢમાં ઇદગાહ મસ્જીદે ઈદની વિશેષ નમાઝ બાદ મુસ્લિમ બિરાદારોએ કરી ઉજવણી - Eid Al Adha Festival 2024
  2. આજે ઈદના પર્વ નિમિત્તે જાણીએ ગુજરાતની એવી 10 ઐતિહાસિક મસ્જિદો વિશે, જે છે રાજ્યની આગવી ઓળખ - Rich historical mosques of Gujarat

ABOUT THE AUTHOR

...view details