સુરત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાનો 11 માર્ચ, સોમવારથી એટલે કે આવતીકાલથી પ્રારંભ થઈ રહી છે, ત્યારે બોર્ડની પરીક્ષાને સુરત જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Board Exam: ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી
11 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને જે પણ પરિણામ આવે એને હસતા મોઢે સ્વીકારવું એ આપણી ફરજ છે એવું જણાવ્યું હતું.
Published : Mar 10, 2024, 10:31 PM IST
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા એ તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.અને જણાવ્યું હતું કે પરીક્ષા એ તમે વર્ષ દરમિયાન કરેલી મહેનત નું ફળ છે. તમે કર્મ કરવા બંધાયેલા છો ઓ પરિણામ જે આવે એ હસતા મોઢે સ્વીકારવું એ આપણી ફરજ છે.માટે ગભરાયા વગર આત્મવિશ્વાસ સાથે તમારી એક એક ક્ષણ શ્રેષ્ઠ છે. તમારા માટે ઘરે તમારા માં બાપ ખૂબ મહેનત કરી રહ્યા છે.માત્ર ટકા વધુ લાવી તેમના સપના સાકાર કરવા એ પણ સત્યતા નથી.સત્યતા એ છે કે તમે પરીક્ષા સાથે હસતા ખીલતા રહો તેવું જણાવ્યું હતું.
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર: સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્પ લાઈન નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ તેની મદદ કરશે. આ માટે ટ્રાફિક શાખાના સર્કલ વાઈઝ ત્રણ-ત્રણ ટીમ તૈયાર કરાશે અને પરીક્ષા શરૂ થાય ત્યારે અને છૂટવાના સમયે અધિકારીઓ પેટ્રોલિંગ કરશે. આ માટે ટ્રાફિક હેલ્પલાઈન નં. 7434095555 પર પણ સંપર્ક કરી શકાશે.