બનાસકાંઠા: પોલીસ વિભાગમાં ફરજ બજાવતા DySP રૂહી પાયલાએ પોતાના રાજીનામાની જાહેરાત ફેસબુક પોસ્ટ કરીને કરી છે. જેમાં તેમણે સ્વેચ્છાએ DySP પદ પરથી રાજીનામું આપ્યાની પોસ્ટ કરી છે. DySP રૂહી પાયલા વર્ષ 2017ના બેચના DySP તરીકે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા અધિકારી છે. જેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરતી પોસ્ટ પોતાના ફેસબુક એકાઉન્ટ પર મૂકી છે.
DySP રૂહી પાયલા આપ્યું રાજીનામુ: DySP રૂહી પાયલા નીડર અધિકારી તરીકે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પોતાની ફરજ નિભાવી છે. જેઓનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાનુ કાણોદર ગામ છે અને હાલમાં Dysp પદ ઉપર તેઓ ફરજ બજાવતા હતા. જોકે અચાનક જ તેમને પોતાના સ્વૈચ્છિક રાજીનામાની જાહેરાત કરી દીધી છે.
ફેસબુક પર પોસ્ટ કરી DySP રુહી પાયલાએ રાજીનામાની જાહેરાત કરી. (facebook screenshot) રૂહી પાયલાએ કરી પોસ્ટ : રૂહી પાયલાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 2017માં શરૂ થયેલી DySP તરીકેની સફર અહીં સમાપ્ત થાય છે. સ્વેચ્છાએ રાજીનામું આપી ફરજ છોડી રહી છું. તમારા સમર્થન, માર્ગદર્શન અને આશીર્વાદ માટે બધાનો ખૂબ ખૂબ આભાર. સાથે જ ગુજરાત સરકાર અને પોલીસ વિભાગનો મારા પોતાના વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી વિવિધ તકો પૂરી પાડવા બદલ ખૂબ ખૂબ આભાર. સમાજ પ્રત્યે સકારાત્મક યોગદાન આપવું એ મારી કારકિર્દીનો એક અભિન્ન ભાગ રહ્યો છે, અને તે હંમેશા મારા આગામી પસંદ કરેલા માર્ગમાં પણ રહેશે. મારા ભવિષ્યના પ્રયાસો પર પણ તમારા આશીર્વાદ વરસાવતા રહે. આવી પોસ્ટ લખીને રાજીનામાની જાહેરાત કરી હતી.
ફેસબુક પર પોસ્ટ કરી DySP રુહી પાયલાએ રાજીનામાની જાહેરાત કરી. (facebook screenshot) પોલીસ બેડામાં ચર્ચા થઈ: DySP રૂહી પાયલા તેમની લખેલી પોસ્ટ પરથી આગામી પસંદ કરેલા માર્ગમાં પણ તેમને આશીર્વાદ અને સાથ સહકાર મળતો રહેશે. તેવી આશા પોસ્ટ મારફતે વ્યક્ત કરી છે. ત્યારે બીજી તરફ આ પોસ્ટ સામે આવતા જ પોલીસ વિભાગના કર્મચારીઓમાં DySPએ કેમ અચાનક જ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. તેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
આ પણ વાંચો:
- પાલનપુરમાં નાયબ મામલતદાર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
- પાલનપુરમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પૂર્વ નગરસેવિકાનુ મોત, આ હતું કારણ