ગુજરાત

gujarat

ETV Bharat / state

દશેરાના પર્વ નિમિતે ખાઓ પંજા ગાંઠીયા!, જૂનાગઢમાં અહીં વજનથી નહીં, નંગના હિસાબે મળે છે પંજા ગાંઠીયા, ભાવ છે... - DUSSEHRA 2024

દશેરાના તહેવારમાં ગુજરાતમાં લોકો ફાફડા અને જલેબી આરોગતા હોય છે ત્યારે જૂનાગઢમાં અહીં અનોખી રીતે તૈયાર થતા પંજા ગાંઠીયા જૂનાગઢ વાસીઓમાટે પહેલી પસંદ છે. જુઓ

જૂનાગઢના પ્રખ્યાત પંજા ગાંઠીયા
જૂનાગઢના પ્રખ્યાત પંજા ગાંઠીયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 9:28 PM IST

Updated : Oct 11, 2024, 10:46 PM IST

જૂનાગઢ: દશેરાના તહેવારે ફાફડા જલેબી આરોગવાની એક વિશેષ પરંપરા સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં અનોખી રીતે તૈયાર થતા પંજા ગાંઠીયા સ્વાદના રસિકો માટે પહેલી પસંદ બની રહ્યા છે. આ ગાંઠીયા વજનથી નહીં પરંતુ નંગથી વેચાઈ રહ્યા છે. જેને ખરીદવા માટે સમગ્ર વર્ષ દરમિયાન લોકોની વિશેષ ભીડ જોવા મળે છે. પંજા ગાઠીયા માણાવદરથી લઈને છેક હોંગકોંગ સુધી પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.

જૂનાગઢના પ્રખ્યાત પંજા ગાંઠીયા (Etv Bharat Gujarat)

માણાવદરમાં પ્રખ્યાત અનોખા પંજા ગાંઠીયા:દશેરાના તહેવારે ફાફડા અને જલેબી આરોગવાનું એક વિશેષ ચલણ જોવા મળતું હોય છે. સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં અનોખી રીતે બનતા પંજા ગાંઠીયા સ્વાદના રસિકો માટે પહેલી પસંદ બની રહ્યા છે. ફાફડાને મળતા આવતા પંજા ગાંઠિયાનો આકાર હાથના પંજા જેવો હોવાને કારણે તેને પંજા ગાંઠિયાનું ઉપનામ મળ્યું છે. જે માત્ર જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં જ જોવા અને ચાખવા મળે છે.

જૂનાગઢના પ્રખ્યાત પંજા ગાંઠીયા (ETV Bharat Gujarat)

પંજા ગાંઠીયા નંગના હિસાબે વેચાય છે:સામાન્ય રીતે દરેક જગ્યા પર ગાંઠીયા વજનથી વેચાતા જોવા મળે છે, પરંતુ માણાવદરમાં બનતા પંજા ગાંઠીયા નંગના ભાવે વેચાય છે. માણાવદરના કેટલાક ઉદ્યોગકારો હોંગકોંગમાં અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે જેથી કરીને આ ઉદ્યોગકારો તેમના વતન માણાવદર આવે ત્યારે ખાસ પંજા ગાંઠીયા હોગકોગ સુધી પણ પહોંચાડે છે. પંજા ગાંઠીયા બનાવવા માટે સામાન્ય રીતે ચણાનો લોટ, નમક, ખાવાના સોડા, અજમા, હિંગ, કાળા મરી અને જીરું જેવા શુકા મસાલાથી ગાંઠિયાને વધારે સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. કાચા પપૈયાનો અને શિયાળા દરમિયાન ગાજર અને કોબીની સાથે ચીભડાનો સંભારો પર પંજા ગાંઠિયાના સ્વાદમાં અનેક ગણો વધારો કરે છે.

જૂનાગઢના પ્રખ્યાત પંજા ગાંઠીયા (ETV Bharat Gujarat)

એક ગાંઠિયાની કિંમત 20 રૂપિયા:ખાસ માણાવદરમાં પાછલા 30 વર્ષથી બનતા પંજા ગાંઠીયા એક નંગના રૂ. 20 ના ભાવે વેચાઈ રહ્યા છે. દિવસ દરમિયાન 200 નંગ ગાંઠિયા લોકો સવારે નાસ્તા તરીકે ઝાપટી જાય છે, તો 50 નંગ કરતા વધારે પંજા ગાંઠીયા પાર્સલ રૂપે પણ લોકો તેના ઘરે લઈ જાય છે. આમ દિવસ દરમિયાન 250 થી 300 નંગ પંજા ગાંઠિયાનો સરેરાશ વેપાર સવારના ત્રણ કલાક દરમિયાન થાય છે. માણાવદર અને આસપાસના ગામડાના લોકો પણ પંજા ગાંઠિયાનો સ્વાદ માણવા માટે વહેલી સવારે ખાસ માણાવદર આવે છે.

જૂનાગઢના પ્રખ્યાત પંજા ગાંઠીયા (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની અનોખી મિશાલ, તાપીમા મુસ્લિમ બિરાદરે રાવણના પૂતળાની બનાવટમાં આપી સેવા
  2. વાહ! શું રંગોળી છે, જૂનાગઢના ચિત્રકારે નવયુવાન કલાકારોને આપી 10હજાર વર્ષ જૂની રંગોળી કળાની ટિપ્સ
Last Updated : Oct 11, 2024, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details