ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદ સામે જગતનો તાત લાચાર ! બનાસકાંઠામાં વરસાદને લીધે જુવાર-બાજરીના પાકને નુુકસાન થયું - damage to crops due to rain

ગતરોજ મોડી સાંજે બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જોકે સતત 2 દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે જ કાપણી કરેલી બાજરી અને જુવારનો પાક વરસાદી પાણીથી પલળી ગયો ગયો હતો. જેથી ખેડૂતોને નુકસાન થયું છે. DAMAGE TO CROPS DUE TO RAIN

બનાસકાંઠામાં વરસાદને લીધે જુવાર-બાજરીના પાકને નુુકસાન થયું
બનાસકાંઠામાં વરસાદને લીધે જુવાર-બાજરીના પાકને નુુકસાન થયું (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2024, 6:50 PM IST

બનાસકાંઠા: ગતરોજ મોડી સાંજે બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જોકે સતત 2 દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે વાવ સુઈગામમાં ભારે પવન અને વીજળીના કડાકાના ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે જ કાપણી કરેલી બાજરી અને જુવારનો પાક વરસાદી પાણીથી પલળી ગયો ગયો હતો. જ્યારે બીજી બાજુ તૈયાર થયેલ પાક ભારે પવનના લીધે ભાગીને ભૂકો થઈ ગયો હતો. ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ જતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર: બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં મેઘમહેર જોવા મળે છે. જ્યારે સુઈગામમાં 45 mm, દાંતામાં 68 mm, અમીરગઢમાં 43 mm જ્યારે બાકીના અન્ય તાલુકાઓમાં પણ 7 થી 20 mm સુધી વરસાદ પડ્યો છે. જ્યારે સુઈગામ અને વાવમાં ભારે પવન સાથે રાત્રે એક કલાકથી વધારે વરસાદી જમાવટ થતા ચોમાસું પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

બનાસકાંઠામાં વરસાદને લીધે જુવાર-બાજરીના પાકને નુુકસાન થયું (etv bharat gujarat)

ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન: જ્યારે ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં ઉભેલો પાક તમામ ઢળી પડ્યો હતો. જ્યારે સરહદી પંથકના તમામ ગામોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને નુકસાનનું વળતર આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. જ્યારે ભાભાર, દિયોદર, વાવ, ધાનેરામાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી.

બનાસકાંઠામાં વરસાદને લીધે જુવાર-બાજરીના પાકને નુુકસાન થયું (etv bharat gujarat)

બાજરી અને જુવારના પાકને મોટું નુકસાન: જોકે પૂરી સીઝનમાં બનાસકાંઠાના વાવ, સૂઇગામ, કાંકરેજમાં વરસાદ નહિવત નોંધાયો હતો. સરહદી પંથકના કેટલાક ગામડાઓમાં વરસાદની જરૂર પણ હતી. જ્યારે આગોતરા કરેલા વાવેતરને સાંજના સમયે આવેલા વરસાદે તબાહી મચાવીને બરબાદ કરી નાખ્યો હતો. બાજરીને વાઢી લેવામાં આવી હતી અને ક્યાંક તેની કાપણી ચાલુ હતી ત્યાર અચાનક આવેલા વરસાદે કાપણી કરેલી બાજરી અને જુવારને જમીનદોસ્ત કરી નાખ્યો હતો. જ્યારે પાક પર આવેલા જુવાર અને બાજરીને મોટું નુકસાન મળ્યું હતું. જેના લીધે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા પણ મળી રહ્યો છે.

આ પણ વાંચો:

  1. નવસારી જિલ્લામાં ફરી દીપડાનો આતંક: આંગણે રમી રહેલી બાળકી પર હુમલો, હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં - Girl was attacked by leopard
  2. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સજાગ ! નવરાત્રિ માટે ફાયર વિભાગે ગાઇડલાઇન જાહેર કરી - NAVRATRI 2024

ABOUT THE AUTHOR

...view details