સુરત : શહેરના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી કાર દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં 4 વ્યક્તિને ઇજા પહોંચી હતી. જોકે, લોકોએ કારનો પીછો કરી નબીરાને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
નશામાં ધૂત ઓડી કારચાલકે 10 લોકોને ઉડાડ્યા (ETV Bharat Reporter) હિટ એન્ડ રન :11 જુલાઈની મોડી રાતે વેસુ કેનાલ (આઇકોનિક) રોડ પર જી.ડી. ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવતી ઓડી કારે (GJ-05 RT-5550) રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લીધી હતી. જેથી બાઈકસવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, તેમ છતાં નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી અને ભાગી ગયો હતો.
લોકોએ નબીરાને દબોચ્યો :અકસ્માત સર્જ્યો બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન અકસ્માતની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ઘવાયેલા બે લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.
નબીરાને દબોચી પોલીસ હવાલે કર્યો (ETV Bharat Reporter) નશામાં હતો કારચાલક ?આ ઘટના અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં PCR વાન પણ પહોંચી ગઈ હતી. ત્યાંથી કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ, કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
- ઓલપાડમાં હિટ એન્ડ રનની ઘટના, લારી લઇને ઘેદ જતાં યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતાં યુવકનું મોત
- મુંબઈ હિટ એન્ડ રન કેસના આરોપી મિહિરના પિતા રાજેશ શાહને શિંદેની પાર્ટી શિવસેનાના પદ પરથી હટાવાયા