સુરત : વેપારીના પુત્રને ડ્રગ્સ આપનાર ડ્રગ્સ પેડલરની સુરત અલથાણ પોલીસે ધરપકડ કરી છે. છ દિવસ પહેલા જ વેપારીના પુત્ર પાસેથી પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ કરી રહી હતી કે તેને આ ડ્રગ્સ કોણે આપ્યું છે ત્યારે ડ્રગ પેડલરનો ભાંડો ફુટતા ડ્રગ્સની સપ્લાય કરનાર આરોપીની સુરત અલથાન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.'
ડ્રગ્સ સપ્લાય કરી વેપારીના પુત્રને ડ્રગ્સનો બંધાણી બનાવનાર ડ્રગ્સ પેડલરની ધરપકડ - drugs in surat city - DRUGS IN SURAT CITY
યુવાધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સ જેવા દૂષણ ને નાથવા માટે પોલીસ વિવિધ અભિયાનો કરી યુવાધન આ ડ્રગ્સની ચપેટમાં ન આવે તેવા પ્રયાસો કરી રહી છે. ત્યારે ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન હેઠળ પોલીસે એક ડ્રગ પેડલરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણો વિગતે..
Published : Mar 30, 2024, 4:01 PM IST
ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન: યુવાધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સ જેવા દૂષણ ને નાથવા માટે પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન હેઠળ કાર્યવાહી કરી રહી છે આ જ કાર્યવાહી દરમિયાન પોલીસે વેપારીના પુત્ર પાસેથી એમડી ડ્રગ્સ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. વેપારીનો પુત્ર ડ્રગ્સનો બંધાણી બની ગયો હતો એટલું જ નહીં ડ્રગ્સ તેના મિત્રોમાં પણ તે સપ્લાય કરવા લાગ્યો હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી જ્યારે પોલીસે વેપારી પુત્રની ધરપકડ કરી હતી ત્યારે તેને આ ડ્રગ્સ કોણ આપે છે તે અંગેની તપાસ શરૂ કરી હતી. ડીસીબી ઝોન 4 સ્કોડ દ્વારા તપાસ દરમિયાન ડ્રગ્સ પેડલર જમીરની ધરપકડ કરવામાં આવી છે.
રિમાન્ડની માંગણી કરવામાં આવશે: આ સમગ્ર મામલે એસીપી ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું હતું કે, આરોપી જમીર પર અગાઉ કેટલાક ગુનાઓ દાખલ છે મારામારી સહિત ડ્રગ સપ્લાય અંગેની ફરિયાદ તેની સામે થઈ ચૂકી છે. અત્યારે તેની ધરપકડ વેપારીના પુત્રને ડ્રગ્સ સપ્લાય કરવા મામલે કરવામાં આવી છે. કોર્ટમાં આરોપીને રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે જેથી તેને ડ્રગ્સ કોણ સપ્લાય કરે છે અને આ આખા કાવતરામાં કયા લોકો સંકળાયેલા છે તે અંગેની તમામ વિગતો મેળવી શકાય.