ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર અને સભાઓ યોજી પ્રચાર પ્રસાર - Porbandar loksabha election - PORBANDAR LOKSABHA ELECTION

આગામી 7 મેં ના રોજ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર અને સભાઓ યોજી પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે.Porbandar loksabha election

પોરબંદરમાં રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર અને સભાઓ યોજી પ્રચાર પ્રસાર
પોરબંદરમાં રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર અને સભાઓ યોજી પ્રચાર પ્રસાર

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 7:03 AM IST

પોરબંદર: પોરબંદરમાં લોકસભાની સીટ પર ભાજપ માંથી મનસુખભાઈ માંડવીયા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સામા પક્ષે કોંગ્રેસમાંથી લોકસભાની સીટ પર લલિત વસોયા જ્યારે વિધાનસભાની સીટ પર રાજુ ઓડેદરા ચૂંટણી લડી રહ્યા છે ચૂંટણીના હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા નેતાઓ તથા કાર્યકરો ડોર ટુ ડોર જઈને પત્રિકાઓનું વિતરણ કરી રહ્યા છે અને શહેરોમાં રેકડી દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં સભાઓ ના આયોજન કરી મતદાતાઓ સાથે સીધો સંપર્ક કરાવી રહ્યો છે ચૂંટણીના થોડા જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોરબંદરમાં ગામડાઓમાં પણ જઈને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો પોરબંદરના બરોડા પંથક માધવપુર ઘેડ પંથક તથા પોરબંદર શહેર અને રાણાવાવ કુતિયાણામાં પ્રચાર પ્રસાર માટે એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે.

પોરબંદરમાં રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર અને સભાઓ યોજી પ્રચાર પ્રસાર

પોરબંદરના મુખ્ય બજારમાં વેપારીઓ સાથે નેતાઓએ સીધો સંપર્ક કર્યો: પોરબંદરના મુખ્ય બજારમાં વિવિધ વેપારીઓને ભાજપના અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના રાજુ ઓડેદરાએ સીધો વેપારીઓ સાથે સંપર્ક કર્યો હતો અને વેપારીઓને લગતી સમસ્યાઓ સાંભળી હતી અને આ સમસ્યાઓનો પોતે જીતશે તો નિરાકરણ લાવશે તેવા આશ્વાસનો પણ આપવામાં આવ્યા હતા અને લોકોના માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના વાયદાઓ પણ નેતાઓએ કર્યા હતા.

પોરબંદરમાં રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર અને સભાઓ યોજી પ્રચાર પ્રસાર

નેતાઓને અનેક રજુઆતો મળી: ગાંધીજીનુ જન્મ સ્થળ ગણાતા પોરબંદરમાં અનેક સમસ્યાઓ લોકોને નળી રહી છે પરંતુ નિરાકરણ આવી નથી રહ્યું એવી ઘણી સમસ્યાઓ છે જેમાં મુખ્યત્વે એરપોર્ટની સમસ્યા તથા પોરબંદર શહેરની ચારે બાજુ આવેલ ટોલનાકાનો ઉકેલ લાવવા પણ લોકો કગરી રહ્યા છે. ત્યારે નેતાઓ દ્વારા આ અંગે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી આશા રાખી નેતાઓ સાથે વેપારીઓએ સમસ્યાઓ રજૂ કરી હતી.

  1. આજે ગુજરાત સ્થાપના દિવસ, શા માટે શરૂ થઈ હતી મહાગુજરાત ચળવળ ? 1915માં રવિશંકર રાવળે ચિત્રમાં કરી હતી ગુજરાતની પરિકલ્પના - Gujarat Foundation Day 2024
  2. મહામંડલેશ્વરમાં પહેલીવાર SC-ST સંતોનો સમાવેશ, અમદાવાદમાં 'પટ્ટાભિષેકમ' યોજાયો - Mahamandaleshwar

ABOUT THE AUTHOR

...view details