ડોળી ફળમાંથી કેવી રીતે તેલ બનાવવામાં આવે છે (Etv Bharat gujarat) છોટા ઉદેપુર: જિલ્લાની ખડતલ ભૂમિ પર આજે પણ મોટી સંખ્યામાં મહુડાના ઝાડ સચવાયેલા જોવા મળી રહ્યા છે અને એ મહુડાનું ઝાડ માર્ચ મહિનામાં મહુડાના ફૂલ અને જૂન જુલાઈ મહિનામાં ડોળીના ફળમાંથી સ્થાનિક લોકો રોજગારી પણ મેળવી રહ્યાં છે.
કેવી રીતે મહુડાના ઝાડની વહેચણી કરાઇ?:સદીઓ પહેલાં દરેક ગામની સીમમાં આવેલા મહુડાના ઝાડની વહેચણી કરવામાં આવેલ હતી. જેથી મોટા ભાગના લોકોના ભાગમાં મહુડાના ઝાડ આવેલાં છે અને પોતાના ભાગમાં આવેલા મહુડાના ઝાડ પર આવતાં મહુડાના ફૂલને વીણીને લોકો તેમાંથી રોજગારી મેળવે છે. જૂન-જુલાઈ મહિનામાં મહુડાના ઝાડ પર લાગેલાં ફળને ડોળી કહેવામાં આવે છે. લોકો ફળને વીણીને તેને પથ્થર વડે ફોડીને સૂકવી તેનું વેચાણ કરતા હોય છે. આ ડોળી ફળમાંથી તેલ કાઢી તેનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ પણ કરવામાં આવે છે.
ડોળી ફળમાંથી કેવી રીતે તેલ બનાવવામાં આવે છે?: ડોળીમાં રહેલા ઔષધીય ગુણોને લઈને આદિવાસીઓ ડોળીના તેલનો ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ કરે છે. વર્ષો જૂની ડોળીને પીલવાની દેશી પ્રદ્ધતિ મુજબ સૂકાવેલી ડોળીને ખાંડણીયામાં સાંબેલા વડે કૂટીને માટલાની વરાળથી ડોળીની ખોળને બાફીને લાકડાંના ચીપિયા વડે દબાવીને તેલ નીકાળવામાં આવે છે. જો કે, આજના આધુનિક યુગમાં ડોળીને ઘાણીમાં પણ પીલવામાં આવે છે. પરંતુ ઘરે ચીપિયા વડે પીલેલું ડોળીનું તેલ સ્વાદિષ્ઠ હોય છે અને તે લાંબા સમય સુધી બગડતું નથી. જેને લઈને લોકો આજે પણ વર્ષો જૂની ચીપિયા વડે ડોળી ફળને પીલીને ડોળીના તેલનો સંગ્રહ કરવામાં આવે છે. ડોળી માંથી દેશી પ્રદ્ધતિ મુજબની પ્રાચીન પરંપરા હવે દિન પ્રતિદિન લુપ્ત થઈ રહી છે, પરંતુ જિલ્લા માં ઘણાં પરિવારો આજે પણ દેશી પ્રદ્ધતી થી ડોળી માંથી તેલ કાઢતા હોય છે.
ડોળીનું તેલ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે: નિવૃત્ત આર્મી જવાન ગોપાલભાઈ રાઠવા જણાવી રહ્યા છે, કે ડોળીનું તેલ ઘી કરતાં પણ સ્વાદિષ્ટ હોય છે અને ડોળીનું તેલ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. આ ફળનું તેલ સુગર, કોલોસ્ટ્રોન ઘટાડે છે, સાંધાના દુઃખાવા પર માલિશ કરવામાં પણ ડોળીના તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ વર્ષે 1 લીટર ડોળીના તેલનો 300 થી 350 જેટલો ભાવ છે. સુલેલી ડોળીનું બજારમાં વેચાણ કરતા 20 કિલોના 640 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે.
- સુરતમાં બિલ્ડિંગ ધરાશાઈ થવાનો મામલો, કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર - A case of building collapse
- GMERSની મેડિકલ કોલેજોમાં ફી વધારા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર - MASSIVE FEE HIKE