બનાસકાંઠા: જિલ્લાના પાલનપુરમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટર ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ડોક્ટરને ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ છે. જોકે પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે.
ડોક્ટર પર નજીવી બાબતે હુમલો: પાલનપુર હાઇવે પર આવેલી ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર તેમજ નજીકમાં આવેલી શ્રી ICU હોસ્પિટલના સ્ટાફ વચ્ચે રસ્તામાં પડેલી ગાડી માટે હોર્ન મારવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલના ડો. એચ. કે.ગૌસ્વામીના પેટના ભાગે ઘાતક હથિયાર મારી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
પાલનપુરમાં ડોકટર પર નજીવી બાબતે જીવલેણ હુમલો, પોલીસે 6 સામે ગુન્હો નોંધ્યો (etv bharat gujarat) 6 આરોપીઓ સામે ગુનો: રસ્તામાં પડેલી ગાડી માટે હોર્ન મારવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ હુમલાની ઘટનામાં ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલના ડો. એચ. કે. ગોસ્વામી પર હુમલો અને ગાડીના કાચ તોડી જીવલેણ હુમલો કરવા મામલે પશ્ચિમ પોલીસ મથકે 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા: જોકે સામે પક્ષે પણ ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલના ડો. એચ. કે. ગૌસ્વામી સામે ઝપાઝપી કરી ધમકી આપી ઈજાઓ પહોચાડી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર હુમલાની ઘટના ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના આધારે પશ્ચિમ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
- રાજકોટમાં હિટ એન્ડ રનના બે બનાવ, 10 થી વધુ વાહન ચાલકોને ઈજા
- ધરમપુરના બોપી ગામે ભાઇ બહેન નદીમાં ડૂબ્યા, ડૂબી જવાથી બાળકનું મોત થયું