ભાવનગર: કેન્દ્ર સરકારના બજેટને લઈને ભાવનગરના પ્રાણ સમાન હીરા ઉદ્યોગ મીઠી નજર રાખીને બેઠો છે. હીરાના ઉદ્યોગમાં અનેક અપેક્ષાઓ ડાયમંડ એસોસિએશન દ્વારા સેવવામાં આવી છે. ETV BHARATએ ડાયમંડ એસોસિએશન સાથે ખાસ વાતચીત કરી હતી. ખેતી અને હીરાનો વ્યવસાય રોજગારી માટે રત્નકલાકારો માટે એક સિક્કાની બે બાજુ સમાન છે. પરંતુ બંને બાજુ મુશ્કેલી હોવાનો કકળાટ સામે આવ્યો છે, ચાલો જાણીએ.
કનેક્ટિવિટી હીરા ઉદ્યોગનો અહમ મુદ્દો:ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ જણાવ્યું કે, કેન્દ્રના બજેટમાં અમારી એક જ રજૂઆત હોય છે. અમેં 4 મહિના પહેલા કેન્દ્રીય મંત્રી અને લોકલ સાંસદને રજૂઆત કરી છે. દરરોજની સુરતની ટ્રેન શરુ થવી જોઈએ. રોજની 500 બસો ઉપડતી હોય તો કેટલા માણસોની બચત થાય. હીરા ક્ષેત્રે ભાવનગર જે મુંબઈ સાથે જોડાયેલું હોય તો હીરા માટે વેપારીઓને માલના વેચાણ માટે મુંબઈ જવું પડતું હોય છે. એ કનેક્ટિવિટી જેમાં વારંવાર ફ્લાઇટ રદ થાય, મોડું થાય એટલે રેગ્યુલર કનેક્ટિવિટી સમયસર મળે એ અમારી માંગ પૂરી થવી જોઈએ તેવી રજૂઆત છે.
કેન્દ્ર સરકારના બજેટમાં હીરા ઉદ્યોગ માટે ફાળવણી અંગે ડાયમંડ એસોશિયેશનના સભ્યો અને પ્રમુખે ETV BHARAT સાથે વાતચીત કરી (ETV BHARAT GUJARAT) હીરા અને ખેતી રોજગારીના માધ્યમ: હીરાના કારખાનેદાર વ્યાપારીએ જણાવ્યું હતું કે, આ ડાયમંડ ઉદ્યોગની અંદર છેલ્લા 2 વર્ષથી મંદી ચાલે છે. આ ડાયમંડ ઉદ્યોગ સાથે સરવાળે ખેતી ચાલે છે. હું પણ ખેતી કરુ છું. ખેડૂતને અત્યારે તેમના પાકનો જોઈ એવો ભાવ મળતો નથી. આપણે ધારાસભ્ય, સાંસદ સભ્યને મત આપીએ, એટલે તેઓ જીતી જાય છે. પરંતુ તેઓ સંસદ કે વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા કરતા નથી. કપાસ પડતર થાય છે. તો તેનું વેચાણ કરવું પડે, રુ.1491નો ભાવ બાંધી દે અને વ્યાપારી સાથે સાંઠગાઠ કરી નાખે છે. રાજકીય નેતાઓ આ બાબતે કોઈ જ નોંધ લેતા નથી. મજૂરો જે હીરામાં મંદી હોવાથી ખેતી તરફ વળ્યા છે. આવી પરિસ્થિતિને લીધે તેઓને ખેતીમાં પોસાતું નથી, તેઓને નુકસાન જાય છે. હીરામાં મંદી છે. કેન્દ્ર સરકાર હીરા ઉદ્યોગ માટે બજેટ આપતી નથી. માટે યોગ્ય બજેટ ફાળવે તેમજ ભાવનગરમાં મગફળી અને ડુંગળીની ખેતી ખૂબ થાય છે, તેનો ભાવ પણ સરખો મળતો નથી. ત્યારે ખેડૂતોને પણ 2 હજાર કે 2500 રુપિયા સુધીનો ભાવ મળી રહે, તેવી અમારી માંગ છે.
લેબ્રોન ડાયમંડનો ધંધો પડી ભાંગ્યો: હીરાના વ્યાપારીએ જણાવ્યું કે, હું મેન્યુફેક્ચરીંગનો બિઝનેસ કરું છું. ડાયમંડ સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલો છું. લગભગ 2 વર્ષ પહેલા લેબ્રોન ડાયમંડ કરવા માટેની પ્રોસેસ શરૂ કરી હતી. લગભગ લગભગ 50 ટકા સુધી ભાવ પહોંચી ગયા હતા. અમે લેબ પણ તૈયાર કરી નાખી હતી. જે સમયે લેબ શરૂ કરી. ત્યારે રફ લાવવાની તૈયારી કરી ત્યારે 470 પ્રતિ ડોલર હતા. પણ અત્યારે રૂપિયા 15 થી 20 ડોલર ડાયમંડની અંદર ભાવ પહોંચી ગયા છે. કોઈ ઘટવાની શક્યતાઓ છે જ નહીં.
આ પણ વાંચો:
- ભાવનગર: ઝૂંપડપટ્ટી હટાવતા કોંગ્રેસનો આક્રમક વિરોધ, કાર્યકરોની ટીંગાટોળી કરીને કરાઈ અટકાયત
- કમોસમી વરસાદની આગાહી વચ્ચે આંબામાં શુ રાખવી કાળજી ? નુકશાનથી બચવા શું કરવું ? જાણો બધુ જ