પદયાત્રીઓ માટે વિશેષ માનવસેવા રાજકોટ : ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈને દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો, શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશે સેવા પૂરી પાડી છે જેમાં છેલ્લા 26 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો, શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રા કરે છે અને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુઓનું સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે. જેમાં આ વર્ષ 26મું વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી.
વિનામૂલ્યે શરબતની વ્યવસ્થા :આ સેવામાં જોડાનાર જે રામજી કી ગ્રુપના રમેશ બારૈયાએ જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી ધોળકાથી દ્વારકા પદયાત્રા કરીને જતા સંઘ માટે તેમના દ્વારા કોઈને કોઈ સેવા અને સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે આ પદયાત્રીઓના સંઘ માટે વરિયાળી શરબતની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત અહિયાથી પસાર થતાં તમામ રાહદારીઓ માટે વરીયાળી શરબતની વ્યવસ્થા કરી સેવાનો મોકો મળતા પદયાત્રીઓ તેમજ મુસાફરોને વિનામૂલ્યે શરબતની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. જેમાં 40 થી 50 જેટલા સેવકો દ્વારા વિનામૂલ્ય શરબતની સેવા પૂરી પાડવામાં આવી હતી.
નેશનલ હાઈવે પર વિતરણ : ઉપલેટા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને સેવા આપનાર નારણભાઈ દ્વારા જણાવાયું છે કે, ધોળકાથી લઈને દ્વારકા સુધી થતા પદયાત્રીઓ માટે નેશનલ હાઈવે પર પદયાત્રીઓ માટે તેમજ અહીંયાથી પસાર થતા તમામ વાહન ચાલકો અને મુસાફરો માટે ઉનાળાની સિઝનને ધ્યાને રાખી વરિયાળી શરબત માટેની વિનામૂલ્ય સેવા ઉભી કરવામાં આવી હતી.
આ સંઘ છેલ્લા 26 વર્ષથી આસ્થા અને શ્રદ્ધા સાથે પદયાત્રા કરે છે. જેમાં ધોળકાથી લઈને દ્વારકા સુધી શ્રદ્ધાળુ અને ભક્તો દ્વારા પદયાત્રા કરવામાં આવે છે અને દ્વારકા પહોંચ્યા બાદ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. હું છેલ્લા ત્રણ વર્ષથી આ સંઘમાં જોડાયો છું. ઉપલેટા ખાતે પહોંચતા અમારા માટે ડુમિયાણી ગામ ખાતે બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે રસ્તામાં જે રામજી ગ્રુપ દ્વારા શરબત તેમજ રાત્રીના ઉપલેટાના ઈસરા ગામના પાટિયા પાસે એક કારખાનેદાર દ્વારા રાત્રી રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે...વિશાલ રબારી ( પદયાત્રી )
26 વર્ષથી પદયાત્રા : આ સંઘના સંચાલક અને સંઘ સાથે આવેલ ધોળકાના રોહનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ સંઘ છેલ્લા 26 વર્ષથી અવિરત રીતે ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રા કરે છે જેમાં 300 જેટલા લોકો આ પદયાત્રાની અંદર જોડાય છે. આ સંઘની આ વર્ષની પદયાત્રા તારીખ 07 માર્ચ 2024 થી શરૂ કરવામાં આવી છે જે તારીખ 21 માર્ચ 2024ના રોજ દ્વારકા પહોંચશે અને ત્યાં દ્વારકાધીશ ના દર્શન કરી ધ્વજારોહણ તેમજ હોળી નિમિતના ઉત્સવની ઉજવણી કરશે.
પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા :અમદાવાદના ધોળકાથી શરૂ કરેલી આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી પહોંચતા ડુમિયાણી ગામ ખાતેના પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ રસ્તામાં જે રામજી કી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાને લઈ વરિયાળી શરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સેવા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે. આ પદયાત્રીના સંઘ માટે રાત્રી રોકાની વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઇવે પર આવેલ ઈસરા પાટીયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી. જેમાં આ સંઘ છેલ્લા 26 વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે.
પદયાત્રીઓ માટે વિનામૂલ્યે દૂધની વ્યવસ્થા :ઉપલેટા ખાતે રાત્રિના સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે રાત્રી ભોજન અને રાત્રી રોકાણની વ્યવસ્થા રાખવામાં આવી હતી, ત્યારે આ પદયાત્રીઓ માટે ઉપલેટાના સેવાભાવી યુવકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પદયાત્રીઓ માટે વિનામૂલ્યે દૂધની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. ઉપલેટાના એક સેવક દ્વારા 25 હજારનો આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો. ત્યારે આ સંઘ છેલ્લા 26 વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારકા પ્રસ્થાન કરી રહ્યું છે.
- Buddhist Monk: બૌદ્ધ સાધુ બિહારથી પગપાળા હિમાચલ પહોંચ્યા, 8 મહિનામાં 2100 KMની યાત્રા પૂર્ણ કરી
- Dwarikadhish Temple Holi 2023 : ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા પગપાળા આવી રહ્યાં છે લાખોની સંખ્યામાં ભક્તો, પોલીસ લાગી તૈયારીઓમાં