હૈદરાબાદ:દિવાળી એ ભારતભરમાં ઉજવાતો મોટો તહેવાર છે. આ એક એવો તહેવાર છે કે જ્યાં માત્ર તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. પાંચ દિવસના આ તહેવારની શરૂઆત અગિયારસ, વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, (અમાવસ) દિવાળી, બેસતું વર્ષ, અને ત્યારબાદ ભાઇબીજ આવે છે. વર્ષ 2024ની દીવાનીની શરૂઆત થઈ ગઈ છે. ગઇકાલે અગિયારસ હતી. જ્યારે આજ રોજ 28 ઓક્ટોબરના રોજ વાઘબારસ છે. અને આવતી કાલે 28 ઓક્ટોબરના રોજ ધનતેરસ છે.
મુખ્યત્વે હિન્દુ તહેવાર ગણાતા દિવાળીમાં ધનતેરસ મહત્વપૂર્ણ દિવસ છે. જેને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન કુબેર સંપત્તિના દેવ અને ભગવાન ધનવંતરી આયુર્વેદ અને આરોગ્યના દેવ અને દેવી લક્ષ્મીજીની પૂજા કરે છે. ચાંદી અને સોનાની વસ્તુઓ, વાસણો અને ઝાડુની ખરીદી માટે આ દિવસ શુભ માનવામાં આવે છે.
- ત્રયોદશી તિથિનો પ્રારંભ - 29 ઓક્ટોબરના રોજ સવારે 1:01 કલાકે
- ત્રયોદશી તિથિ સમાપ્તિ - 30 ઓક્ટોબરના રોજ સવારે 3:45 કલાકે