કચ્છ:આજે ભગવાન ભોળાનાથના પવિત્ર તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે ભુજ શહેરમાં તેમજ આજુબાજુના શિવાલયોમાં લોકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. આજે સ્મશાન ભૂમિ પર ભુજના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો દ્વારા બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. બરફના શિવલિંગની સાથે સાથે કાચબો અને નંદી મહારાજ પણ બરફના જ બનાવવામાં આવ્યા હતા. જે શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
24 કલાક બરફના શિવલિંગના દર્શન: ભુજના એરપોર્ટ રોડ પાસે સ્મશાન ભૂમિ પર તેમજ દક્ષિણથી ઉત્તર તરફ વહેતી નદીના કાંઠે બિરાજમાન ભૂતનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિ નિમિતે મોટી માત્રામાં શિવભક્તો ઉમટી પડ્યા છે.
ભુજના ભૂતનાથ મહાદેવ મંદિરે 900 કિલોના બરફના શિવલિંગે આકર્ષણ જમાવ્યું (ETV BHARAT GUJARAT) ભૂતનાથ મંદિર દ્વારા દર વર્ષે મહાશિવરાત્રિ નિમિતે જુદા જુદા આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે મહાશિવરાત્રીના 24 કલાક બરફના શિવલિંગના દર્શન શિવભક્તોને કરવા મળ્યા હતા. તેની સાથે ભાંગનો પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવ્યો હતો.
ભુજના ભૂતનાથ મહાદેવ મંદિરે 900 કિલોના બરફના શિવલિંગે આકર્ષણ જમાવ્યું (ETV BHARAT GUJARAT) 900 કિલોના બરફના શિવલિંગ: આ બરફના શિવલિંગની વાત કરવામાં આવે તો તેની ઊંચાઈ 4.5 ફૂટ, લંબાઈ 6 ફૂટ અને પહોળાઈ 3 ફૂટની છે. આ શિવલિંગ, નંદી મહારાજ અને કાચબો બનાવવા પાછળ 900 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ બરફના શિવલિંગ બનાવવા માટે 5 કલાકનો સમય લાગ્યો હતો. અહીં 4 પ્રહરની પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સાંજે 7 વાગ્યે મહાશિવરાત્રી નિમિતે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
- ભુજના માર્ગો બન્યા શિવમય, મહાકુંભ અને રામ મંદિરના ફ્લોટ્સે શોભાયાત્રામાં જમાવ્યું આકર્ષણ
- મહાશિવરાત્રી 2025: કચ્છના 4 દિશાના 4 શિવ મંદિરોની એક પરિક્રમાનું મહામ્ય અને ઇતિહાસ