અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે તેમાં ખાસ કરીને ડેન્ગ્યુ અને મલેરીયાના કેસો સતત વધી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ અને ચાલુ સપ્ટેમ્બર મહિનાના રોગચાળાના આંકડાઓની નીચે પ્રમાણે છે.
અમદાવાદમાં ડેન્ગ્યૂનો રાફડો ફાટયો (Etv Bharat gujarat) 1. ડેન્ગ્યુ -
- ઓગસ્ટ મહિનામાં - 247 કેસ
- ચાલુ સપ્ટેમ્બર મહિનામાં - 276 કેસ
2. સાદો મલેરિયા -
- ઓગસ્ટ મહિનામાં -101 કેસ
- ચાલુ સપ્ટેમ્બર મહિનામાં -74 કેસ
3. ઝેરી મલેરિયા -
- ઓગસ્ટ મહિનામાં - 20 કેસ
- ચાલુ સપ્ટેમ્બર મહિનામાં -08 કેસ
4. ચિકનગુનિયા -
- ઓગસ્ટ મહિનામાં - 40 કેસ
- ચાલુ સપ્ટેમ્બર મહિનામાં - 38 કેસ
5. વાઇરલ -
- ઓગસ્ટ મહિનામાં - 962 કેસ
- ચાલુ સપ્ટેમ્બર મહિનામાં - 505 કેસ
જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન સોલંકી દ્વારા જણાવવામાં આવેલા રોગચાળાના આંકડાઓ પ્રમાણે
- ડેન્ગ્યુ - 394
- સાદો મલેરિયા - 79
- ઝેરી મલેરીયા - 04
- ચિકનગુનિયા - 35
- ઝાડા ઉલટી - 351
ચાલુ માસ દરમ્યાન ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મલેરિયા અને ચિકનગુનિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:
- ભારતનો કોઇ પણ નાગરિક મેળવી શકે છે મફત કાયદાકીય સેવા, બંધારણમાં છે આ જોગવાઇઓ - free legal services
- હોસ્પિટલોને હવે રજીસ્ટ્રેશન કરાવવા સરકારમાં જવું પડશે : જિલ્લા કક્ષાએથી અધિકાર છીનવાયો... - Hospital registration