રાજકોટ: જેતપુર તેમજ જામકંડોરણા પંથકમાં સોમવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેતપુર અને જામકંડોરણા પંથકના ઘણા વિસ્તારોમાં ક્યાંક ઓછો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે લોકોને અસહ્ય તડકો તેમજ ગરમીથી રાહત મળી હતી. અને જે વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આ સાથે દુર્ઘટનાઓ પણ ઘટી હતી.
રાજકોટ જિલ્લામાં વરસાદની ઘાતક એન્ટ્રી, હરિપરમાં વૃદ્ધાનું પાણીમાં તણાતા મોત, બે લોકો ઇજાગ્રસ્ત - Death due to heavy rains - DEATH DUE TO HEAVY RAINS
રાજકોટ જિલ્લાના જેતપુર તેમજ જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે રસ્તાઓમાં તેમજ ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. આ ઉપરાંત ખેતરોમાં ખેડૂતોનો પાક પણ બગાડ્યો હતો. પરંતુ આ સાથે જ વરસાદના પાણીમાં તણાઇ જતાં 80 વર્ષના વૃદ્ધા મૃત્યુ પામ્યા હતા. કેવી રીતે ઘટી આ સંપૂર્ણ ઘટના જાણવા માટે વાંચો આ અહેવાલ. Death due to heavy rains
Published : Jun 11, 2024, 1:39 PM IST
વૃદ્ધાનું પાણીમાં તણાઈ જવાથી મોત: વરસાદને પગલે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના હરીપર ગામમાં ગંભીર સ્થિતિ સર્જાઇ હતી. જ્યાં મોંઘીબેન કડવાભાઈ લાલકિયા નામના 80 વર્ષીય વૃદ્ધા વાડીએથી પરત આવી રહ્યા હતા, ત્યારે વરસાદનું પાણી ભરાયેલું હોવાથી વૃદ્ધા પાણીમાં તણાઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું. આ વૃદ્ધાના મૃતદેહને વિરપુર જલારામ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભરત બાવચંદભાઈ બરાડ નામના 48 વર્ષીય વ્યક્તિ તેમજ સંભુભાઈ સવસીભાઈ મકવાણા નામના 50 વર્ષીય વ્યક્તિને વરસાદમાં પાણી ભરાઈ જવાના પગલે ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
પાક બગાડવાની સંભાવના: જેતપુરના ઘણા ગ્રામ્ય વિસ્તારોની અંદર પડેલા વરસાદને લઈને શેરી ગલીઓમાં તેમજ માર્ગમાં પાણી વહેતા થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ જામકંડોરણા પંથકમાં ખેતરોના રસ્તાઓમાં ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. આથી ખડૂતોનો અમૂલ્ય એવો પાક બગાડવાની સંભાવના છે.