ફેલોપિયન ટ્યુબ વિકાસ પામેલા બાળકનું સફળ ઓપરેશન જામનગર :જામનગરના દરેડમાં ખોલીમાં રહેતા મૂળ બિહારમાં બરેલીના 22 વર્ષ વર્ષીય મહિલાના બાળકનો વિકાસ ફેલોપિયન ટ્યુબમાં થતો હતો. ગર્ભાશયમાં બાળક રહેવાને બદલે ફેલોપિયન ટ્યુબમાં બાળકનો વિકાસ થવો ગંભીર સમસ્યા હતી.
ફેલોપિયન ટ્યુબમાં બાળકનો વિકાસ :મૂળ બિહારની 22 વર્ષીય મહિલાના ફેલોપિયન ટ્યુબમાં તેના બાળકનો વિકાસ થયો હતો. આવી સ્થિતિમાં ઓપરેશન કરવું જરૂરી હતું. આ દર્દીને દરેડ આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ જામનગરની જી જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે દર્દી ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં દરેડ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા દર્દીને શોધીને ફરી સમજાવી અને સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.
માતા હોસ્પિટલમાંથી ભાગી :ઉલ્લેખનrય છે કે, આ મહિલા કોઈ પણ ભોગે ઓપરેશન કરવા માંગતી નહોતી. આ મહિલા દર્દીને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી પણ મહિલા પોતાના ઘરે ચાલી ગઈ અને ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી રહી હતી. તે દરમિયાન દરેડ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા ફરીથી મહિલાને સમજાવવામાં આવી હતી.
માતા-બાળકને નવજીવન મળ્યું :બાદમાં મહિલાને ફરીથી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને અહીં સફળ ઓપરેશન થયું છે. જેમાં મહિલા અને બાળકનો જીવ બચ્યો છે. જો દર્દીનું ચાર કલાકમાં ઓપરેશન ન થયું હોત તો મહિલાનું મોત થવાની ભીતિ હતી. ખુદ જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મેટરમાં રસ લઈ તાત્કાલિક દર્દીનું ઓપરેશન થાય તે માટે પ્રયાસ કર્યો હતો.
આરોગ્ય અધિકારીએ કર્યું રક્તદાન :દર્દીના ઓપરેશન દરમિયાન બ્લડ ન મળતા ખુદ દરેડ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે બ્લડ ડોનેટ કર્યું હતું. ઉપરાંત આરોગ્ય ટીમ ઉમદા કામગીરી દાખવી દર્દીનો જીવ બચાવવા માટે સફળ રહી છે. મુખ્ય જિલ્લા અધિકારીએ અપીલ પણ કરી છે કે કોઈપણ મહિલાને આવો પ્રોબ્લેમ હોય તો તેમને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.
આરોગ્ય સ્ટાફની ઉમદા કામગીરી :સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી એસ. એસ. ભાયાએ જણાવ્યું કે, દરેડ આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. કારણ કે આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓએ બેસ્ટ કામગીરી કરી અને એક મહિલાનો જીવ બચાવ્યો છે. ગ્રામ્ય લેવલમાં લોકોમાં જાગૃતિ ન હોવાના કારણે આવા કેસો અનેક વખત બનતા હોય છે. પોતાની નાનકડી ભૂલના કારણે લોકો જીવ ગુમાવતા હોય છે.
- જામનગરમાં એક સોસાયટી ડિફોલ્ટર સભાસદને ૯ માસ જેલની સજા, જાણો શું હતો સમગ્ર મામલો...
- Jamnagar News: જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રેગિંગ જેવું કશું જ નથી- ડીન