ગાંધીનગર: બિહાર સરકારના ચુકાદાનું ખોટા અર્થઘટન અંગે દલિત સમુદાયમાં રોષ ફેલાયો છે. ગુજરાત પોલીસે અર્ણેશકુમાર વર્સેસ બિહાર સરકારના ચુકાદા મુજબ કાર્યવાહી કરતા દલિત સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. કાયદાના ખોટા અર્થઘટન અંગે દલિત અગ્રણીઓએ ગાંધીનગરમાં DGP સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરમાં DGP ઓફિસ ખાતે દલિત સમુદાયના લોકો એકઠા થયા હતા. દલિત સમુદાયના લોકો પ્લેટ કાર્ડ અને બેનર સાથે કાયદાના ખોટા અર્થઘટન વિરોધ કર્યો હતો.
એટ્રોસિટી એક્ટના ખોટા અર્થઘટન મુદ્દે દલિત સંગઠનોએ DGPને આપ્યું આવેદનપત્ર - Dalit organizations protested - DALIT ORGANIZATIONS PROTESTED
ગુજરાત પોલીસે અર્ણશકુમાર વર્સેસ બિહાર સરકારના ચુકાદા મુજબ કાર્યવાહી કરતા દલિત સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. કાયદાના ખોટા અર્થઘટન અંગે દલિત અગ્રણીઓએ ગાંધીનગરમાં DGP સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.

Published : Jul 30, 2024, 5:34 PM IST
દલિત સમુદાય દ્વારા DGPને આવેદનપત્ર: DGP વિકાસ સહાયને આવેદનપત્ર આપીને કાયદાની જોગવાઈ અનુસાર રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં 26 જેટલા કેસોમાં બિહારના જજમેન્ટને ટાંકીને રાજ્યના બનાવોમાં ટેબલ જમીન આપતા દલિત સંગઠનોએ વિરોધ કર્યો છે. ગુજરાત પોલીસ દ્વારા અર્ણેશકુમાર વર્સેસ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, 1989 હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી.
પોલીસે આરોપીઓને જામીન આપતા વિરોધ:અર્ણેશકુમાર વર્સેસ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું ખોટા અર્થઘટન અંગે દલિત સમુદાયમાં રોષ ફેલાયો છે. ગુજરાત પોલીસે અર્ણેશકુમાર વર્સેસ બિહાર સરકારના ચુકાદા મુજબ કાર્યવાહી સામે દલિત સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. SC-ST પ્રિવેન્શન ઓફ એટ્રોસીટી એકટ 1989 જોગવાઈ અનુસાર જમીન જોગવાઈ ન હોવાનો છતાં પોલીસે આરોપીઓને જામીન આપતા દલિત સંગઠનો એ વિરોધ કર્યો છે.