ખેડુતોને મોટા પાયે થયેલ નુકસાન માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માંગ (Etv Bharat Gujarat) પોરબંદર:જિલ્લાના માધવપુર ઘેડ પંથકમાં થયેલા વરસાદના કારણે ઓજત-મધુવંતી નદીના પાણી સમગ્ર ઘેડ પંથકમાં ફરી વળ્યા હતા. પરિણામે ખેડૂતોના ખેતરમાં ધોવાણ થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ દરમિયાન પોરબંદરના બરડા પંથકમાં પણ વરસાદે તારાજી સરજી છે, પરિણામે ખેતરમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયો છે.
પોરબંદર જિલ્લામાં વરસાદના કારણે ખેતરોમાં પાકનું ધોવાણ (Etv Bharat Gujarat) પોરબંદર નજીકના કુછડી ગામના ખેડૂત ભીખુભાઈએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે,'આ વખતે પોરબંદરમાં ખેડૂતોને ભારે મુશ્કેલી થઈ છે અને ખેડૂતોને એક વીઘામાં એક લાખ જેટલું નુકસાન થયું છે. આથી ખેડૂતોને સરકાર વળતર આપે તેવી અમારી માંગ છે.'
પોરબંદર જિલ્લામાં ખેડૂતોને મોટા પાયે થયેલ નુકસાન માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માંગ
આ વરસાદે ભારે તારાજી સર્જી છે: પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરાએ જણાવતા કહ્યું કે, દર વર્ષ કરતા આ વર્ષે પોરબંદરમાં ભારે વરસાદ પડ્યો છે અને ઘેડ પંથકમાં ભાદર, ઓજત અને મધુવંતી નદીના પાણી નદી કાંઠા વિસ્તારોના ખેતરોમાં ફરી વળ્યા છે. આ વરસાદે ભારે તારાજી સર્જી છે અને બરડા પંથકમાં પણ અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટા પાયાનું નુકસાન થયું છે. આથી પોરબંદર જિલ્લાનામાં નદીકાંઠા વિસ્તાર અને જ્યાં જ્યાં ખેડૂતોને મુશ્કેલી થઈ છે તેવા ખેડૂતો માટે પોરબંદરમાં સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે જેથી ખેડૂત ફરીથી ઊભો થઈ શકે અને પોતાના ખેતરમાં નવેસરથી વાવણી કરી શકે.
આ પણ વાંચો...
- બનાસકાંઠામાં કુદરતી હાજતે ગયેલ યુવક પર રીંછનો હુમલો, યુવક સારવાર અર્થે - bear attacked a youth
- છોટાઉદેપુર જિલ્લામાં ચોરીના વધતા જતાં બનાવ: મહિલાના બન્ને પગ કાપી ચાંદીના કલ્લા ચોરી કર્યા - Chotaudepur theft incidents