ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં GRD જવાનને જાહેરમાં તલવાર વડે કેક કાપવી ભારે પડી, વીડિયો વાયરલ થયા બાદ નોંધાયો ગુનો - Crime registered against GRD jawan - CRIME REGISTERED AGAINST GRD JAWAN

મોરબી જિલ્લામાં જાહેરમાં તલવાર વડે કેક કાપનારો GRD જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મોરબીમાં GRD જવાન જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. Case Registered Against GRD Jawan

મોરબીમાં જાહેરમાં તલવાર વડે કેક કાપનારા GRD જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબીમાં જાહેરમાં તલવાર વડે કેક કાપનારા GRD જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2024, 10:29 PM IST

મોરબી: જિલ્લામાં જાહેરમાં તલવાર વડે કેક કાપનારો GRD જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મોરબીમાં GRD જવાન જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગેના અખબારી અહેવાલો બાદ પોલીસે GRD જવાન વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી તપાસ ચલાવી છે. જાહેરમાં તલવારથી કેક કાપી કૃત્ય હાની પહોચે તેવું કૃત્યુ કર્યું હતું.

કેક કાપનારા GRD જવાન સામે ગુન્હો: મોરબી તાલુકા પોલીસ મથકના વિરેન્દ્ર ખાચરે આરોપી હરેશ પોપટ સોલંકી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત 20 સપ્ટેમ્બરના રોજ સાંજના 9:00 વાગ્યા આસપાસ આરોપી હરેશ સોલંકીએ નીચી માંડલ ગામથી વાંકડા જવાના રસ્તા ચોકડી પર શ્રી હરી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં કાળા કલરની સ્કોર્પીઓ કારના બોનેટ પર અલગ અલગ ફોટા અને હરેશ નામવાળી કેક રાખી તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી કેક કાપી હતી.

મોરબીમાં જાહેરમાં તલવાર વડે કેક કાપનારા GRD જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો (Etv Bharat Gujarat)

સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો: જ્યારે જગ્યા આજુબાજુમાં રહેતા માણસોને તેના કૃત્યથી હાનિ થાય કે ત્રાસ પહોંચે તેવું જાહેર કૃત્ય કરી લોકોમાં ભય ફેલાવી સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાંનો ભંગ કર્યો છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ PI એમ.આર. મકવાણા ચલાવી રહ્યા છે.

આ પણ જાણો:

  1. બાળકોની સાથે જાતીય સતામણી રોકવા માટે સંવિધાનમાં છે આ કાયદાઓ, જાણો શું કહે છે હાઇકોર્ટના વકીલ - laws for the protection of children
  2. 45 ગામના સરપંચ અને તલાટી મંડળે TDO સામે લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર મામલો - Complaint against TDO

ABOUT THE AUTHOR

...view details