સુરત: ગુજરાત રાજ્યમાં એક બાદ એક નકલી અધિકારીઓ કર્મચારીઓની ધરપકડ થવાનો સિલસિલો યથાવત છે.ત્યારે વધુ એક નકલી અધિકારી પોલીસની ઝાપટે ચડી ગયો છે. આ વખતે સુરત ક્રાઈમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીનો વેશ ધારણ કરી લોકોને ડરાવી ધમકાવી અને સરકારી કામો કરી આપવાનું કહી રૂપિયા પડાવતા વ્યક્તિને દબોચી લીધો છે.
સુરતમાં નકલી કસ્ટમ અધિકારી બની છેતરપિંડી કરતા ઈસમની પોલીસે કરી ધરપકડ (Etv Bharat Gujarat) સુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમર અધિકારી લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતો હોવાનો એક ફરિયાદ અઠવાલાઈન પોલીસ મથકમાં નોંધાવા આવી હતી. મળેલી ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરતના બોમ્બે માર્કેટ, વરાછા ખાતેથી જાહેરમા રોડ પરથી 25 વર્ષીય ઓલપાડમાં રહેતો મૂળ બિહારનો વાતની આરોપી હિમાંશુ કુમાર રમેશભાઈ રાયને પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરતમાં નકલી કસ્ટમ અધિકારી બની છેતરપિંડી કરતા ઈસમની પોલીસે કરી ધરપકડ (Etv Bharat Gujarat) પોલીસે આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, 'આરોપીને નાનપણથી આર્મીના ઓફિસર બનવાનું સપનું હતું અને લોકોમાં રોફ જમાવવા માટે તેણે ગોવા તથા દિલ્હી ખાતેથી અલગ અલગ જગ્યાએથી CENTRAL BOARD OF INDIRECT TAXES CUSTOMS નું બોગસ સર્ટિ અને સીનીયર ઇન્સ્પેકટર તરીકેનું નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબરપ્લેટ બનાવડાવી પોતાની માલિકની કારમાં લગાડી હતી. જે નંબરપ્લેટની ઉપર આગળના ભાગે લાલ કલરની CRIME SURVEILLANCE AND INTELLIGENCE COUNCIL વાળી નંબરપ્લેટ લગાડી છેલ્લા નવેક માસથી સુરત શહેરમાં કીમ ખાતે રહી સુરત શહેર વિસ્તારમાં પોતાની પાસે રહેલી એરગન તથા બોગસ બનાવેલું આઈકાર્ડ, યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગ થતી નંબરપ્લેટ બનાવડાવી પોતે સેલ્સ ટેક્સના સીનીયર ઇસ્પેકટરની ખોટી ઓળખ આપતો હતો. ઉપરાંત ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને અલગ અલગ લોકો સાથે છેતરપીંડી કરી હતી.'
સુરતમાં નકલી કસ્ટમ અધિકારી બની છેતરપિંડી કરતા ઈસમની પોલીસે કરી ધરપકડ (Etv Bharat Gujarat)
ક્રાઈમ બ્રાંચના પીઆઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે, 'સુરત શહેર ક્રાઈમ બ્રાંચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી કોઈ વ્યક્તિ કસ્ટમની ગાડી લઈને ચીટીંગ કરે છે. આ બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી ઝડપી પાડી હતી. ગાડીમાંથી જે માણસ મળ્યો હતો તેની પૂછપરછ કરતા તેનું નામ હિમાંશુકુમાર રમેશભાઈ રાય જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચ ખાતે લાવી પુછપરછ કરતા તેણે અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને 6 લોકો પાસેથી કુલ 12 લાખ 75 હજાર રૂપિયા પડાવી લીધાની માહિતી આપી હતી. તેની ગાડી ચેક કરતા CSIC નામનું નંબર પ્લેટ, કસ્ટમનું આઈકાર્ડ, તથા આર્મીનું જેકેટ, વેગેરે વસ્તુઓ મળી છે જે કબજે કરી આ મામલે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે'.
પીઆઈ કિરણ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે,'આરોપીની પૂછપરછમાં તેણે અત્યાર સુધી વર્દીનો ઉપયોગ કર્યો નથી, પરંતુ કસ્ટમનું આઈકાર્ડ લઈને લોકોને ઝાંસામાં લઈને નોકરી આપવાનું બહાનું કરીને પૈસાની છેતરપીંડી કરતો હતો. આરોપી સેકન્ડ યર ગ્રેજ્યુએટ છે. આરોપી એરપોર્ટ ઓથોરીટીમાં એક સરકારી કંપનીમાં ડ્રાઈવર હતો, પરંતુ તે કંપની બંધ થઇ જતા તેની નોકરી પણ છૂટી ગયી હતી ત્યારબાદ તેને વિચાર આવ્યો કે નકલી ઓથોરીટી બનીએ તો પૈસા મળી શકે છે પરિણામે તેણે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું.'
સુરતમાં નકલી કસ્ટમ અધિકારી બની છેતરપિંડી કરતા ઈસમની પોલીસે કરી ધરપકડ (Etv Bharat Gujarat)
હાલ સુધીની પૂછપરછમાં તેણે કુલ 6 લોકો પાસેથી 12લાખ 75 હજાર રૂપિયાનું ચીટીંગ કર્યું છે. આરોપી સામે આ પહેલો ગુનો છે અને પ્રથમવાર પકડાયો છે. આરોપી અલગ અલગ વિભાગમાં નોકરી અપાવવાના બહાને પૈસાની છેતરપીંડી કરતો હતો. હાલ તેણે જે માહિતી આપી છે તે મુજબ તેણે 6 લોકો પાસેથી ચીટીંગ કર્યું છે. હાલ તે તમામ લોકોને બોલાવવામાં આવી રહ્યા છે અને તેઓ ફરિયાદ આપશે તો ફરિયાદ નોંધી કાયદેસરની આગળ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
- વિકાસની આડમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે વિપક્ષે જામનગર મનપા કચેરી માથે લીધી, જાણો શું છે મામલો - Congress protest
- રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન મામલે દાહોદ કોંગ્રેસ આક્રમક, 4 લોકો સામે કાર્યવાહીની માંગ - Hatred statement on Rahul Gandhi