અમદાવાદ: અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા જાણીતા ઇસ્કોન મંદિર વિશે હાઇકોર્ટથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇસ્કોન મંદિર સામે ગુજરાત હાઇકોર્ટમાં એક હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરવામાં આવી છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા પિતાએ પોતાની દીકરીને લઈને આ અરજી દાખલ કરી છે.
એડવોકેટ મારફતે હાઈકોર્ટમાં હોબિયર્સ કોપર્સની અરજી
એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા એક નિવૃત્ત આર્મી મેને ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સની પિટિશન દાખલ કરી છે. તે અરજીમાં આ મામલે સમગ્ર વિગતે જણાવવામાં આવી છે કે નિવૃત્ત આર્મી મેનને બે દીકરી અને એક પુખ્ત વયનો દીકરો છે. તેમની દીકરીને ભક્તિ ભાવમાં વધારે રસ હોવાથી તે અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલી ઇસ્કોન મંદિરમાં જતી હતી. આ મંદિરમાં સુંદર મામા પ્રભુ તેના ગુરુ હતા, તેઓ આ દીકરીઓને કૃષ્ણ લીલાનો બોધ આપતા હતા. નિવૃત્ત આર્મી મેન પિતાને ઇસ્કોન મંદિર ઉપર ખૂબ જ વિશ્વાસ હતો એટલે તેઓ પોતાની દીકરીને ઇસ્કોન મંદિર જવા દેતા હતા.
મંદિરમાં દીકરીઓનું બ્રેઈનવોશ કરાતું હોવાનો આરોપ
અરજીમાં એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે યુવાન દીકરીઓનું બ્રેઇનબોશ કરવામાં આવે છે. ત્યાં સ્વામી પોતે કૃષ્ણ છે એવું આડંબર કરે છે અને સ્કૂલ મંદિરમાં રહેતી 600 દીકરીને ગોપી હોય જણાવે છે.