ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Aug 4, 2024, 8:43 PM IST

ETV Bharat / state

વલસાડ, દમણ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં મેઘ અનરાધાર, મધુબન ડેમમાંથી છોડાયું 83 હજાર ક્યુસેક પાણી - rain in daman and valsad

વલસાડ જિલ્લામાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 3 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈને આ વિસ્તારના ડેમ, નદી, કોઝવે છલકાયા છે. અત્યાર સુધીમાં 63 ઇંચથી 80 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી લઈને 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે.

વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 3 દિવસથી સતત વરસાદી માહોલ
વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 3 દિવસથી સતત વરસાદી માહોલ (Etv Bharat gujarat)

વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 3 દિવસથી સતત વરસાદી માહોલ (Etv Bharat gujarat)

દમણ: વલસાડ જિલ્લામાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 3 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈને આ વિસ્તારના ડેમ, નદી, કોઝવે છલકાયા છે. સમગ્ર પ્રદેશની સીઝનના સરેરાશ વરસાદની વિગત જોઈએ તો અત્યાર સુધીમાં 63 ઇંચથી 80 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી લઈને 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાંથી 83309 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. દમણગંગા વિયરનું લેવલ પણ પાણીની આવકથી 16.20 મીટર થયું છે.

રેલવે અન્ડરપાસ, કોઝવે પાણીમાં ગરકાવ બનતા વાહનવ્યવહારને માઠી અસર (Etv Bharat gujarat)

મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ: વલસાડ જિલ્લાના અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ માટે જીવાદોરી સમાન મનાતા મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મધુબન ડેમનું હાલનું લેવલ 73.60 મીટર છે. ડેમના ઉપરવાસમાં સતત 75898 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના રુલ લેવલને જાળવવા ડેમના 10 દરવાજા 2 મીટર ખોલી 83309 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. વાપી નજીકથી પસાર થતા દમણગંગા નદીના ઇન્ટેક વેલ ખાતે પાણીનું લેવલ 16.20 મીટર છે. દરિયાના ઉછળતા મોજાની માફક ધસમસતું પાણી દમણગંગા વિયર પરથી ઓવરફલો થઈ દમણના દરિયામાં ભળી રહ્યું છે.

ડેમ, નદી, કોઝવે છલકાયા (Etv Bharat gujarat)

વરસાદી માહોલમાં જનજીવન ઠપ્પ: આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલમાં જનજીવન ઠપ્પ થયું છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, આસપાસની નદી, કોઝવે ધસમસતા પાણીના પ્રવાહથી બે-કાંઠે વહી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદની વિગતો જોઈએ તો, છેલ્લા 24 કલાકમાં દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં 122 mm વરસાદ વરસ્યો છે. જ્યારે સિઝનનો કુલ વરસાદ 77 ઇંચ થયો છે. દમણમાં 24 કલાકમાં 67 mm વરસાદ વરસ્યો છે. જ્યારે સિઝનનો કુલ વરસાદ 71 ઇંચ થયો છે.

રેલવે અન્ડરપાસ, કોઝવે પાણીમાં ગરકાવ બનતા વાહનવ્યવહારને માઠી અસર (Etv Bharat gujarat)

કેટલાક તાલુકામાં રસ્તાઓ ધોવાયા: કેન્દ્રશાસિત પ્રદેશની સાથે વલસાડમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોય કેટલાક તાલુકામાં રસ્તાઓ ધોવાયા છે. ખુલ્લી ગટરોમાં મિક્સ થતું વરસાદી પાણી વાહનચાલકોને ગટરમાં ગબડાવી રહ્યું છે. રેલવે અન્ડરપાસ, કોઝવે પાણીમાં ગરકાવ બનતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની અને સીઝનના કુલ વરસાદની વિગત જોઈએ તો, વલસાડ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા 122 mm વરસાદ સાથે સિઝનનો કુલ 75 ઇંચ વરસાદ નોંધાયો છે.

સિઝનનો કુલ 64 ઇંચ વરસાદ થયો: ધરમપુર તાલુકામાં 24 કલાકમાં વરસેલા 142 mm વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 64 ઇંચ થયો છે. પારડી તાલુકામાં 24 કલાકમાં વરસેલા 70 mm વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 64 ઇંચ થયો છે. કપરાડા તાલુકામાં 24 કલાકમાં વરસેલા 143 mm સાથે સિઝનનો કુલ વરસાદ 80 ઇંચ નોંધાયો છે. ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં વરસેલા 50 mm વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 74 ઇંચ થયો છે. જ્યારે વાપીમાં છેલ્લા 24 કલાક માં વરસેલા 65 mm વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 70 ઇંચથી વધુ થયો છે.

દાદરા નગર હવેલી અને દમણમાં 100 ઇંચ વરસાદ: ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ચોમાસાની સિઝન દરમ્યાન 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે. રવિવારે પણ વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેથી 100 ઇંચનો ટાર્ગેટ ચોમાસુ સિઝન સુધીમાં પૂરો કરી લેશે તેવી આશા જનમાનસમાં જોવા મળી રહી છે.

  1. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને તેના માણસો સામે મહિલાએ લેખિત રજૂઆત કરી - Complaint against Jignesh Mevani
  2. "નફરત કી બજાર મેં મોહબ્બત કી દુકાન", રાજકોટમાં કોમી એકતાનો એક અનોખો પ્રચાર - Banners of Hindu Muslim unity

ABOUT THE AUTHOR

...view details