ગુજરાત

gujarat

ETV Bharat / state

Adani પોર્ટ ખાતે 'નોકરી આપો, નશો નહીં'ના નારા સાથે કોંગ્રેસે ઉચ્ચારી વિરોધ પ્રદર્શનની ચીમકી - CONGRESS PROTEST AT MUNDRA PORT

ઓલ ઇન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રમુખ ગુજરાતની મુલાકાતે આવશે. 28 નવેમ્બરે મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે 'નોકરી દો નશો નહી' ના નાદ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

કોંગ્રેસ અદાણી પોર્ટ ખાતે 'નોકરી દો નશો નહી'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરશે
કોંગ્રેસ અદાણી પોર્ટ ખાતે 'નોકરી દો નશો નહી'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2024, 4:42 PM IST

Updated : Nov 25, 2024, 5:49 PM IST

કચ્છ:ઓલ ઇન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રમુખ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને આગામી 27 થી 29 નવેમ્બર સુધી રાજ્યમાં વિવિધ કાર્યક્રમમાં ઉદયભાનુ ચિબ ઉપસ્થિત રહેશે. 28 નવેમ્બરનાં રોજ મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટ (Adani Port) ખાતે 'નોકરી આપો, નશો નહી' ના નાદ સાથે અદાણી પોર્ટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ઓલ ઇન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રમુખ ગુજરાત પ્રવાસે:તાજેતરમાં ઓલ ઇન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ઉદયભાનુ ચિંબની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત રાજ્યના 3 દિવસના પ્રથમ વખત તેઓ પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 27 થી 29 નવેમ્બરના દિવસે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. જેમાં તાલુકા, જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો સાથે વિસ્તૃત કારોબારીમાં ખાસ ઉપસ્થિત રહેશે અને આગામી યુવા કોંગ્રેસની કામગીરી અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે.

કોંગ્રેસ અદાણી પોર્ટ ખાતે 'નોકરી દો નશો નહી'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરશે (Etv Bharat Gujarat)

મુન્દ્ર ખાતે 'નોકરી દો, નશા નહીં' કાર્યક્રમ:આ અંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં યુવાનોની અનેક સમસ્યા છે. આજના યુવા પાસે નોકરી નથી અને સરકાર ઉલટાનું નશાના રવાડે ચડાવીને યુવાનોને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહી છે. ગુજરાત પ્રદેશ યુવા કોગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે. 27 નવેમ્બરના દિવસે રાજકોટ ખાતે સુપર શક્તિ શીના અને 28 નવેમ્બરનાના દિવસે મુન્દ્ર ખાતે 'નોકરી આપો, નશા નહીં' કાર્યક્રમ યોજવામાં આવશે અને 29 નવેમ્બરના અમદાવાદ ખાતે ઠાકોરભાઈ દેસાઇ હોલ, લો ગાર્ડન ખાતે 'નોકરી દો નશા નહીં' કાર્યક્રમ યોજવામાં આવશે.

પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું: ખાસ કરીને આ સમયમાં નશાનું પ્રમાણ વધતું જાય છે. જેથી પારિવારિક રીતે ગંભીર અસર થાય છે. જેથી કરીને અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યા છે, ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ બેફામ રીતે ડ્રગ્સનું મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. તે ક્યાંકને ક્યાંક સરકારના ઇશારે કામ થઈ રહ્યું છે. તેવા આરોપ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે કચ્છના અદાણી પોર્ટ પરથી 50,000 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ મળી આવ્યું છે. તેની સાથે જ કચ્છની અંદર 2022માં નોંધાયેલ બેરોજગારોની સંખ્યા 95000થી વધારે છે. જોકે સાચો આંકડો 2 લાખથી પણ વધારે છે. ત્યારે સરકારે કચ્છની અંદર અનેક કંપનીઓને જમીન આપી છે. જેથી સ્થાનિક યુવાનોને તેમાં રોજગારી પણ અપાવી જોઈએ.

ડ્રગ્સ અને નોકરીને લઈને વિરોધ પ્રદર્શન:અદાણી અને સરકાર વચ્ચે સાંઠગાંઠ છે અને તેને કારણે અત્યાર સુધી અદાણી સામે પગલાં નથી લેવાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. સરકાર અદાણીનો બચાવ કરવાને બદલે યુવાઓને નોકરી આપે તેવી કોંગ્રેસની માંગ છે. પોર્ટ પરથી ઝડપાયેલ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, કોણે મંગાવ્યું હતું, જ્યાં જવાનું હતું તે દિશામાં કોઈ તપાસ થતી નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી.જેને લઇને આગામી 28 નવેમ્બરના રોજ અદાણી પોર્ટના ગેટ પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ડ્રગ્સ અને નોકરીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ઓલ ઇન્ડીયા યુથ કોંગ્રેસના પ્રમુખ રહેશે ઉપસ્થિત: ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ મળી રહ્યું છે. જેના કારણે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. મુન્દ્રા ખાતે આયોજિત 'નોકરી આપો નશો નહી' કાર્યક્રમમાં ઓલ ઇન્ડીયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબ ઉપસ્થિત રહેશે. આગામી દિવસોમાં સ્થાનિક લોકોને નોકરી મુદ્દે અદાણી પોર્ટ સામે યુથ કોંગ્રેસ આક્રમક વિરોધ પ્રદર્શન કરશે.

આ પણ વાંચો:

  1. શિયાળામાં માણો બાપુના 12 પ્રકારના વઘારેલા રોટલાનો સ્વાદ ! ભુજમાં અહીં ઉમટે છે સ્વાદના શોખીનો
  2. જમીનનો બારોબાર સોદો!, કચ્છમાં 2 લોકો પર નકલી દસ્તાવેજ બનાવી જમીન વેચી નાખવાનો આરોપ
Last Updated : Nov 25, 2024, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details