ગુજરાત

gujarat

ETV Bharat / state

Bharat Jodo Nyay Yatra: દાહોદમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં 'મોદી મોદી' અને 'જય શ્રી રામ'ના નારા લાગ્યા

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગોધરા પહોંચશે. પોલીસ ચોકી પરથી જાહેરસભાને સંબોધશે. ઉપરાંત આદિવાસી મહિલાઓ સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે.

Bharat Jodo Nyay Yatra:
Bharat Jodo Nyay Yatra:

By ETV Bharat Gujarati Team

Published : Mar 8, 2024, 11:17 AM IST

Updated : Mar 8, 2024, 12:04 PM IST

દાહોદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આજે દાહોદ બસ સ્ટેન્ડ વિવેકાનંદ સર્કલ થઈ બિરસા મુંડા સર્કલ તરફ રવાના થઈ. રાહુલ ગાંધી એ મોટી સંખ્યા લોકોનું અભિવાદન ઝિલ્યું. અહીં રાહુલ લોકોને સંબોધિત કરશે. દાહોદ પહોંચેલી આજની ન્યાય યાત્રામાં મોદી મોદી અને જય શ્રી રામના નારા લાગ્યા હતા.

Bharat Jodo Nyay Yatra

આજની યાત્રાનો કાર્યક્રમ:રાહુલ ગાંધી અને તેમની ટીમ બપોરે 2 વાગ્યાથી પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રા ગોધરા બસ સ્ટેન્ડથી શરૂ થશે. રાહુલ ગાંધી પોલીસ ચોકી નંબર 7 પાસે લોકોને સંબોધિત કરશે. આ પછી યાત્રા આગળ વધશે. કલોલ પંચમહાલ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વાગત સમારોહ યોજાશે. યાત્રા હાલોલ બસ સ્ટેન્ડ ચોકથી ફરી શરૂ થશે અને મહારાણા પ્રતાપ ચોક સુધી જશે. અહીં ફરી એકવાર રાહુલ ગાંધી લોકોને સંબોધિત કરશે. રાહુલની ગુજરાતમાં મુલાકાત દાહોદ અને પંચમહાલ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લાને આવરી લેશે.

Bharat Jodo Nyay Yatra
Last Updated : Mar 8, 2024, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details