ગુજરાત

gujarat

લોકસભામાં ગેનીબેન ઠાકોરે ગુજરાતીમાં કરી રજૂઆત, ઉઠાવ્યા આંગણવાડી બહેનોના પ્રશ્ન - Congress MP Geniben Thakor

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 2:08 PM IST

લોકસભમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે બજેટ પર ચર્ચા દરમિયાન બનાસકાંઠના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના લોકસભા મતવિસ્તાર સહિત સમગ્ર ગુજરાતની આંગણવાડી બહેનોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, ગેનીબેને પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ રજૂઆત કરી હતી.. Congress MP Geniben Thakor

લોકસભામાં ગેનીબેન ઠાકોરની રજૂઆત
લોકસભામાં ગેનીબેન ઠાકોરની રજૂઆત (ANI (સંસદ ટીવી))

લોકસભામાં ગેનીબેન ઠાકોરની રજૂઆત (ANI (સંસદ ટીવી))

નવી દિલ્હી:લોકસભમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન બજેટ પર ચર્ચા કરતા બનાસકાંઠના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના લોકસભા મતવિસ્તાર સહિત સમગ્ર ગુજરાતની આંગણવાડી બહેનોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ગુજરાતી ભાષામાં પોતાની રજૂઆત સદનમાં કરી હતી. ગેનીબેને કહ્યું કે, આજે આંગણવાડી બહેનો યોગ્ય વળતર મળતું નથી 300 જેટલી આંગણવાડી બહેનોને હજી સુધી સરકારી આવાસ યોજનામાં ઘર મળ્યાં નથી.

ગુજરાત કોંગ્રેસે સાંસદ ગેનીબેને ઠાકોરે લોકસભામાં આંગણવાડી બહેનોના મુદ્દે કરેલી રજૂઆતની એક ક્લીપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ''લોકસભામાં આંગણવાડી બહેનોના માનદવેતનના પ્રશ્નની રજૂઆત કરતા બનાસકાંઠા ના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર. આંગણવાડી બહેનો આપણા સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેમ છતાં તેઓને યોગ્ય વેતન મળતું નથી. આ મુદ્દે શ્રીમતી ગેનીબેન એ સરકારને સવાલો કર્યા અને તેમની માંગણીઓ મુકી'.

મહત્વપૂર્ણ છે કે, બનાસકાંઠાથી કોંગ્રેસના પ્રથમ વખત સાંસદ બનેલા ગેનીબેને ગુજરાતી ભાષામાં જ પોતાના પ્રશ્નો સદનમાં ઉઠાવ્યાં હતાં. આ પહેલાં પણ તેમણે ગૃહમાં પોતાના લોકસભા વિસ્તારના પ્રશ્નોથી સદનને અવગત કરાવ્યું હતું. ગત 18 જૂલાઈના રોજ ગેનીબેને બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ વિવિધ પ્રશ્નો મુદ્દે દિયોદરના સણાદર ખાતે વિરોધ સભાનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે આંગણવાડી કાર્યકરોને કાયમી કરવા અને તેમના પ્રશ્નોના અંગે લોકસભામાં વાત રાખવાની ખાતરી આપી હતી.

  1. 'આંગણવાડી કાર્યકરો બહેનોને સરકારી કર્મચારીનો દરજ્જો આપો', ગેનીબેન ઠાકોરે કહ્યું લોકસભામાં ઉઠાવીશ મુદ્દો - protest meeting of Anganwadi worker

ABOUT THE AUTHOR

...view details