દાહોદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગઈકાલ 7 માર્ચથી ગુજરાતમાં પહોંચી ગઈ છે. દાહોદના ઝાલોદથી રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશી હતી ત્યારે આજે રાહુલ ગાંધીની યાત્રા ગોધરા પહોંચી છે. ગોધરામાં રાહુલ ગાંધીનું યાત્રાનું ઠેર ઠેરઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ કોંગી કાર્યકરો અને સમર્થકોએમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીએ પણ સૌ કોઈનું અભિવાદન કર્યુ હતુ..
Bharat Jodo Nyay Yatra: ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા, કોંગી કાર્યકર્તા અને સમર્થકોએ કર્યુ રાહુલનું સ્વાગત - Bharat Jodo Nyay Yatra
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગોધરા પહોંચી છે. ત્યારે ગોધરામાં ઠેર ઠેર રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગી કાર્યકરો અને સમર્થકોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ હતુ તો રાહુલ ગાંધીએ પણ સૌ કોઈનું અભિવાદન કર્યુ હતુ..
ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા
Published : Mar 8, 2024, 4:15 PM IST
|Updated : Mar 8, 2024, 8:52 PM IST
મહત્વપૂર્ણ છે કે, ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં ૪ દિવસમાં ૭ જીલ્લાઓમાં ૪૦૦ થી વધુ કિ.મીનો પ્રવાસ કરશે ત્યાર બાદ મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં બીજો દિવસ છે. આ યાત્રા 14 જાન્યુઆરી 2024થી મણીપુરથી શરૂઆત થઈ હતી. આ યાત્રા 60થી વધુ દિવસોમાં 6700 કિ.મી. નો પ્રવાસ કરશે. આ યાત્રા સમગ્ર દેશના 110 જીલ્લાઓ, 15 રાજ્યોને આવરી લેશે.
Last Updated : Mar 8, 2024, 8:52 PM IST