ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ TRP ગેમ ઝોનમાં શરતભંગ મામલે કલેકટરનું કડક વલણ, રૂપિયા 26 લાખથી વધુનો દંડ ફટકાર્યો... - Rajkot TRP game zone

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે શરત ભંગ થયાનું મામલતદારની તપાસમાં સામે આવ્યું છે. જે મામલે કલેકટરની કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જાણો વધુ વિગતો...

By ETV Bharat Gujarati Team

Published : Jul 11, 2024, 3:31 PM IST

રાજકોટ TRP ગેમ ઝોનમાં શરતભંગ મામલે કલેકટરનું કડક વલણ
રાજકોટ TRP ગેમ ઝોનમાં શરતભંગ મામલે કલેકટરનું કડક વલણ (Etv Bharat Gujarat)

રાજકોત: TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં શરત ભંગ થયાનુ મામલતદારની તપાસમાં સામે આવતા કલેક્ટર દ્વારા માલિકોને શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. જે મામલે કલેકટરની કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ કેસમાં જમીન માલિકોને રૂ. 26 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શરતભંગનો કેસમાં: મળતી વિગત મુજબ રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ તેના ઘેરા પડઘા પડ્યા હતા અને SIT ની રચના કરવામા આવતા તેના રીપોર્ટના આધારે ગેમ ઝોનના સંચાલકો ઉપરાંત કોર્પોરેશન અધિકારીઓની ધરપકડ કરવામાં તેમજ પોલીસ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ કલેકટર પ્રભવ જોશી દ્વારા પશ્ચિમ મામલતદારને સોંપેલી તપાસમાં સામે આવ્યુ કે, TRP ગેમઝોનનુ બાંઘકામ રેસીડેન્સીયલની મંજૂરી સાથે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો જેથી શરતભંગ થાય છે. આ પ્રકારનો રિપોર્ટ પશ્ચિમ મામલતદાર દ્વારા કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો. જેના આધારે કલેક્ટર દ્વારા ટીઆરપી ગેમ ઝોનના માલિકોને શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હતી.TRP ગેમઝોનની જગ્યામાં શરતભંગ થયાનો પશ્ચિમ મામલતદારનો રીપોર્ટ આવ્યા બાદ રાજકોટ કલેકટર પ્રભવ જોષીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમા આ કેસની સુનાવણી હતી. આ દરમિયાન જમીન માલિક કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા અને રઘુરાજસિંહ જાડેજાના વકીલ હાજર રહ્યા હતા. જેમના દ્વારા શરતભંગના આ કેસમાં જવાબ રજૂ કરવા માટે લાંબી મુદત માંગવામાં આવી હતી, કલેક્ટર દ્વારા એક અઠવાડિયામાં જ જવાબ રજૂ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો.

3 મહિનાનો સમય આપવામાં આવ્યો: આ દરમિયાન કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, TRP ગેમ ઝોનની જગ્યા રહેણાક હેતુ માટે માંગવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો. જેથી 14,882 ચોરસ મીટર જગ્યા ઉપર શરત ભંગ થયો હોવાની ખુલ્યું હતું. જેથી આ મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં જમીન માલિકોને 26 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે સાથે ત્યાં પાર્ટી પ્લોટ પણ છે જેના માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે ત્યારે કોઈ કાર્યવાહી નહિ થાય તો તે પણ તોડી પાડવામાં આવશે. અને સાથે દંડની રકમ 15 દિવસમાં ભરવાની રહેશે. રાજકોટ કલેકટરે આ સૌથી મોટો દંડ હેતુફેર માટે ફટકાર્યો છે.

  1. જૂનાગઢ મનપાની ચૂંટણી ક્યારે યોજાશે ? ચૂંટણી પંચે સસ્પેન્સ સર્જ્યુ, મતદારોએ મોડી ચૂંટણીને આવકારી - JMC election
  2. વડોદરામાં VMCના કર્મચારીઓ ઉપર પશુપાલકોએ કર્યો જીવલેણ હુમલો, બે કમૅચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત... - Attack on VMC employees in Vadodara

ABOUT THE AUTHOR

...view details