ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે NA માટે માત્ર 10 ટકા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે, CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો...

રાજ્યમાં રિવાઈઝ્ડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયાને ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધોઃ સરકાર

હવે NA માટે 10 ટકા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે
હવે NA માટે 10 ટકા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલમાં એક મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ સરકારે દાવો કરતા કહ્યું છે કે, રાજ્યમાં રિવાઈઝ્ડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયાને ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રિડેવલપમેન્ટને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે. આ નિર્ણય અંતર્ગત કોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમીયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બીનખેતી થયેલી હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલ કરીને હેતુફેર NA (નોન એગ્રીકલ્ચર) કરી આપવામાં આવશે.

પહેલા 30% પ્રમાણે વસૂલ કરવાની પ્રથા હતી: સરકારી માહિતી વિભાગ દ્વારા આ અંગે જાણકારી આપતા કહેવામાં આવ્યું કે, આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રકારનો નિર્ણય લઈને રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમ અપનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના 30 ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.

દર બદલીને 10% કરવામાં આવ્યો છે:આ સંદર્ભમાં સમાજના વિવિધ વર્ગો દ્વારા આ મુદ્દે થયેલી રજૂઆતોનો પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ મહેસુલ વિભાગને નવા દિશા નિર્દેશો આપ્યા છે. જે અનુસાર, તેમણે એવો પણ નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવા પાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલી છે, તેવી જમીનમાં હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના 10% પ્રિમીયમની રકમ વસુલ કરીને રિવાઈઝ્ડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે. એટલું જ નહીં, જે કિસ્સાઓમાં પ્રિમીયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો:

  1. કચ્છમાં ગુનાખોરોએ દાદાગીરીની હદ વટાવી: રુપિયા નહી આપવા પર કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી
  2. ભાવનગર પ્રાદેશિક નગરપાલિકાની કચેરી નીચે આવતી 7 નગરપાલિકામાં પગાર ચૂકવાયો નથી, જાણો શું છે હકીકત

ABOUT THE AUTHOR

...view details