પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત જૂનાગઢ: તાલાલા નજીક શ્રી બાઈ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પર્યટન પ્રધાન મુળુભાઈ બેરાની વિશેષ હાજરીની વચ્ચે આજે સંપન્ન થયો છે. 10 કરોડ કરતાં વધુના ખર્ચે બનેલું આ મંદિર પરિસર સોમનાથ અને સાસણ વચ્ચે આવતા પર્યટન કોરિડોરમાં સામેલ થયું છે જેને લઈને આ વિસ્તાર હવે પર્યટનની સાથે ધાર્મિક પર્યટનથી પણ ધમધમે તે માટેનો આશાવાદ રાજ્યની સરકારે વ્યક્ત કર્યો (Pran Pratishtha Mohotsav of Shree Bai Mandir) છે.
શ્રી બાઈ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
વધુમાં રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિર અને આસપાસના પરિસરનો 16 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પર્યટન કોરીડોરની વચ્ચે શ્રી બાઈ મંદિર પરિસર ધાર્મિક પ્રવાસીઓ માટે પણ એક મહત્વનું સ્થાન બની રહેશે તેવો આશાવાદ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો છે.
4 હજાર કિલો પંચધાતુનો ઘંટ
શ્રી બાઈ મંદિરમાં પંચધાતુથી બનેલો અને 4000 કિલોના વજનના ઘંટનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા અનાવરણ પણ કરવામાં આવ્યું છે. ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે જેને રાજકોટમાં તૈયાર કરવામાં આવ્યો છે. વધુમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે લોકોને ટકોર કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા તમામ સંકલ્પો પૂર્ણ કરવા કટિબદ્ધ છે. આપણું જેટલું મોટું સપનું તેટલો મોટો નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે તે સંકલ્પ કેન્દ્રની સરકાર પૂરો કરશે માટે તમારા તરફથી સૂચવવામાં આવેલું સૌથી મોટું કામ કેન્દ્રની સરકાર કરી રહી છે.
- Rajyasabha: ભાજપના રાજ્યસભાના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં નામાંકન ભર્યા, CM અને સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા
- Ahmedabad to Ayodhaya Train: 1400 શ્રદ્ધાળુ રામલલ્લાના દર્શને, અમદાવાદ થી અયોધ્યા ટ્રેનને CMએ આપી લીલી ઝંડી