સરહદી વિસ્તાર કચ્છનું છતેડી (ETV Bharat Gujarat) કચ્છ: સરહદી વિસ્તાર કચ્છમાં શૂટ કરવામાં આવેલી ફિલ્મોની જો વાત કરવામાં આવે, તો અહીં રેફ્યુજી, હમ દિલ દે ચૂકે સનમ, ગોલીયો કી રાસલીલા રામ લીલા, લગાન, મોહેંજો દડો, ગોરી તેરે પ્યાર મે, ધ ગુડ રોડ, નીલકંઠ, રજીયા સુલતાન, ડી ડે, સાઉથની ફિલ્મ મગધીરા જેવી ફિલ્મોનું શૂટિંગ કચ્છના વિવિધ સ્થળો પર થયું છે, તો કચ્છના રણમાં જલ ફિલ્મ, આર.રાજકુમાર તેમજ ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ, જેકી શ્રોફની આગામી ફિલ્મ ટુ ઝીરો વન ફોર (2014)નું શૂટિંગ પણ કચ્છના સ્થળો પર કરવામાં આવ્યું હતું.
સરહદી વિસ્તાર કચ્છનું છતેડી (ETV Bharat Gujarat) ગુજરાતી, હિન્દી, સાઉથ સહિતના કલાકારો: કચ્છમાં ફિલ્મોની શૂટિંગ માટે આવેલા દિગ્ગજ કલાકારોમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, હ્રતિક રોશન, જેકી શ્રોફ, શાહિદ કપૂર, સોનાક્ષી સિન્હા, પ્રભુ દેવા, કરીના કપૂર, અભિષેક બચ્ચન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ઇમરાન ખાન અને સાઉથની ફિલ્મોના હીરો રામચરણ તેમજ ગુજરાતી ફિલ્મોના મલ્હાર ઠાકર, માનસી પારેખ, પાર્થિવ ગોહિલ વગેરે જેવા કલાકારો કચ્છના સફેદ રણ તેમજ અન્ય સ્થળોએ શૂટિંગ માટે આવી ચૂક્યા છે.
સરહદી વિસ્તાર કચ્છનું છતેડી (ETV Bharat Gujarat) શું છે છતેડી?: છતેડી એ એક શાહી કેનોટાફ છે અને તે લાલ પત્થરોથી બનેલું છે. છતેડીમાં શાહી રાજની ઘણી શાહી છતેડી જોઈ શકાય છે. જેમ મૃત રજવાડાને રક્ષણ આપવા અને છાંયડો પૂરો પાડે છે. ઘણા સ્મારકો વર્ષ 2001ના ભૂકંપના કારણે ખંડેર થઈ ગયા છે. છતેડી સ્થળ એ ખુબ જ શાંત અને ખુલ્લા મેદાનોની મધ્યમાં આવેલું છે. આ છતેડી 1770 માં શાહી પરિવારની સમાધીને ગૌરવ આપવા માટે બનાવવામાં આવી છે. અને તેમાં રાજાશાહી સમયની સમાધીઓ છે.
સરહદી વિસ્તાર કચ્છનું છતેડી (ETV Bharat Gujarat) વર્ષ 1999માં શૂટ થયેલ સુપરહિટ: વર્ષ 1999માં અહીં સંજય લીલા ભણશાલી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ સુપરહિટ ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ના અમુક દ્રશ્યોની શૂટિંગ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે સલમાન ખાન અને અભિનેત્રી તરીકે ઐશ્વર્યા રાય બચ્ચને રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મને IMDB એટલે કે ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર 7.4 નું રેટિંગ મળ્યું હતું. આ ફિલ્મ 3 કલાક અને 8 મિનિટની છે. તેમાં 11 જેટલા ગીતોનો સમાવેશ થાય છે. જેમાં સુપરહિટ ગીતો જેવા કે નીંબુડા, મન મોહિની અને ટાઇટલ સોંગ હમ દિલ દે ચૂકે સનમને લોકોએ ખુબ પસંદ કર્યા હતા.
સરહદી વિસ્તાર કચ્છનું છતેડી (ETV Bharat Gujarat) સલમાન ખાન ઐશ્વર્યાને ભાગીને લગ્ન કરવાની કરે છે વાત: હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં 1 કલાકને 17 મિનિટે સલમાન ખાન છતેડીમાં ઐશ્વર્યા રાયને ભાગીને લગ્ન કરવા માટે વાત કરે છે, ત્યારે ઐશ્વર્યા રાય સલમાન ખાનને કહે છે કે આપણે ભાગીને શા માટે લગ્ન કરવા છે, તને તેના પિતા પાસે જઈને હક્કથી તેનો હાથ માંગવો જોઈએ અને બધાની સામે આપણે ફેરા લઈશું.
જુદા જુદા એંગલથી 3થી 4 ફ્રેમમાં થયું છે શૂટિંગ: હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં 1 કલાકને 20 મિનિટે સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચન ફેરા લેતા હોય છે તે સીન અહીં છતેડીમાં શૂટ કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ 3થી 4 ફ્રેમ છતેડીની દર્શાવવામાં આવી છે. જ્યાં અગ્નિકુંડ જેવું કૃતિની આસપાસ ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન ફેરા ફરે છે. ફેરા ફરતી વખતે ઐશ્વર્યા રાય બચ્ચન સલમાન ખાન સાથે ફેરા લેતા સમયે લેવામાં આવતા વચનો અને કસમો અંગે સલમાન ખાનને વાત કરે છે.
ઐશ્વર્યા રાયે સલમાન ખાન સાથે લીધા હતા ફેરા: જેમાં પ્રથમ ફેરામાં દુઃખને એકબીજા સાથે બાંટવાની વાત કરે છે, ત્યાર બાદ બીજા ફેરામાં ઐશ્વર્યા રાય સલમાન ખાનને તેની હંમેશા રક્ષા કરવા માટે વાત કરે છે. તો ત્રીજા ફેરામાં સારા અને ખરાબ સમયમાં પ્રેમ, માન અને ઈજ્જત આપવાની કસમ કરવાની વાત કરે છે. તો ચોથા ફેરામાં ઐશ્વર્યા રાય સલમાન ખાન પાસેથી એનાથી આગળ જવા આજ્ઞા લેશે તેવો ડાયલોગ બોલે છે, ત્યારે સલમાન ખાન ઐશ્વર્યાને પૂછે છે. શા માટે? ત્યારે ઐશ્વર્યા રાય સલમાન ખાનને કહે છે કે જો મૃત્યુ આવે તો સલમાન ખાનની પહેલા તે એને અપનાવી લેવાની વાત કરે છે. ત્યારે સલમાન ખાન ડાયલોગ બોલે છે કે જો મૃત્યુ આવશે તો તેને આપણે બન્ને સાથે ગળે લગાવીશું બોલીને બન્ને ભેટી પડે છે. અને બેકગ્રાઉન્ડમાં છતેડીનું લોકેશન દેખાય છે.
સરહદી વિસ્તાર કચ્છનું છતેડી (ETV Bharat Gujarat) 'અલબેલા સજન આયો રે' સીનનું પણ અહીં થયું હતું શૂટિંગ: સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એકબીજાને ગળે લાગતા હોય છે. ત્યારે જ વિક્રમ ગોખલે ત્યાં આવી પહોંચે છે. અને બન્નેને ગળે લાગતા જોઈને ઐશ્વર્યા રાય પર તે નંદિની નામે જોરથી બૂમ પાડી જોરથી છે. આ ઉપરાંત આ જ ફિલ્મના અન્ય એક ગીત અલબેલા સજન આયો રે કે જે ફિલ્મની 25મી મિનિટે આવે છે, તેનું શૂટિંગ પણ છતેડીમાં થયું હતું. જેમાં વિક્રમ ગોખલે બેસીને સલમાન ખાનને ગીત ગાવાનું શીખવાડી રહ્યા છે. જેની સાથે ઐશ્વર્યા રાય પણ બેસીને સંગીત વાદ્ય વગાડી રહી છે તેવું દર્શાવવામાં આવ્યું છે. વર્ષ 1999માં શૂટ થયેલ હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મના અમુક દ્રશ્યોમાં જે છતેડી દેખાય છે, એ તે સમયે બરાબર હતી. જોકે વર્ષ 2001ના ભૂકંપમાં છતેડીનો અમુક ભાગ ધરાશાઈ થઈ ગયો હતો.
અનેક ફિલ્મોની શૂટિંગ કચ્છમાં: સરહદી વિસ્તાર કચ્છમાં શૂટ કરવામાં આવેલી ફિલ્મોની વાત કરવામાં આવે તો અહીં રેફ્યુજી,હ મ દિલ દે ચૂકે સનમ, ગોલીયો કી રાસલીલા રામ લીલા, લગાન, મોહેંજો દડો , ગોરી તેરે પ્યાર મે,ધ ગુડ રોડ, નીલકંઠ, રજીયા સુલતાન, D Day, સાઉથની ફિલ્મ મગધીરા જેવી ફિલ્મોનું શૂટિંગ કચ્છના વિવિધ લોકેશનો પર થયું છે તો કચ્છના રણમાં જલ ફિલ્મ, આર. રાજકુમાર, ગુજરાતી ફિલ્મ, કચ્છ એક્સપ્રેસ જેકી શ્રોફની આગામી ફિલ્મ ટુ ઝીરો વન ફોર (2014)નું શૂટિંગ પણ કચ્છના લોકેશન પર કરવામાં આવ્યું હતું.
- જાણો શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ કાચબા દિવસ ? - world turtle day 2024
- આજે આદ્યકવિ નરસિંહ મહેતાની જન્મ જયંતી, મહેતાજીના જીવન સાથે જોડાયેલી ત્રણ જયંતિ પણ મહત્વની - Narsingh Mehta