અમદાવાદઃઅમદાવાદથી શરૂ થનારી અને પસાર થનારી ત્રણ ફેસ્ટિવલ ટ્રેનના સ્ટોપેજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં આ ત્રણ ટ્રેનમાં અમદાવાદ-દાનાપુર-અમદાવાદ, અમદાવાદ-બનારસ-અમદાવાદ અને રાજકોટ-ગોરખપુર-રાજકોટનો સમાવેશ થાય છે. તો આવો જાણીએ આ ટ્રેનના સ્ટોપેજ અંગે...
અમદાવાદથી પસાર થતી ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર - AHMEDABAD FESTIVAL SPECIAL TRAIN
દિવાળી તહેવારને લઈને શરૂ થયેલી સ્પેશ્યલ ટ્રેનના સ્ટોપેજમાં ફેરફાર ઘણા મુસાફરોના મેનેજમેન્ટમાં ફેરફાર લાવી દેનારો છે. - AHMEDABAD FESTIVAL SPECIAL TRAIN
Published : Oct 26, 2024, 5:22 PM IST
નોર્થ સેન્ટ્રલ રેલ્વેના ગોવિંદપુરી સ્ટેશન પર ઇન્ટરલોકિંગ ન હોવાને કારણે, અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ, અમદાવાદ-વારાણસી સ્પેશિયલ અને રાજકોટ-ગોરખપુર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને 08 નવેમ્બર 2024થી 22 ડિસેમ્બર 2024 સુધી ગોવિંદપુરીને બદલે કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
- ટ્રેન નંબર 09461/09462 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ગોવિંદપુરીને બદલે કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર ઊભી રહેશે.
- ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-બનારસ-અમદાવાદ સ્પેશિયલ ગોવિંદપુરીને બદલે કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર ઉભી રહેશે.
- ટ્રેન નંબર 09597/09598 રાજકોટ-ગોરખપુર-રાજકોટ સ્પેશિયલ ગોવિંદપુરીને બદલે કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર ઉભી રહેશે.
અહીં રેલવે વિભાગ દ્વારા યાત્રીઓને સલાહ પણ અપાઈ છે કે, યાત્રીઓ કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને ટ્રેનના કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુલાકાત લે. ઉલ્લેખનીય છે કે તહેવારો દરમિયાન ફરતી આ ટ્રેનના સ્ટોપેજમાં ફેરફારની અસર ઘણા યાત્રીઓના મેનેજમેન્ટ પર પડતી હોય છે.