વડોદરા:મહાનગર પાલિકામાં કોંગ્રેસના નેતાની આજે ચૂંટણી કરી વરણી કરવામાં આવી હતી. અનેક નામોની ચર્ચા વચ્ચે વિપક્ષનેતાની ચૂંટણી થઇ હતી. જેમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવને ચાર વોટ મળ્યા હતા. આ મત સાથે જ વડોદરા મહાનગર પાલિકાના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ વિપક્ષી નેતા તરીકે જાહેર થયા હતા. જયારે જ્હાદેસાઈ ઉપનેતા બન્યા હતા. જોકે અગાઉ વિપક્ષના નેતા અમી રાવતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ ચાર વોટ મેળવી વિજયી બન્યા (Etv Bharat Gujarat) કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા:વડોદરાના ચંદ્રકાંત શ્રીવાસ્તવ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની સાથે વફાદાર રહીને તેઓ ચૂંટણી લડતા આવ્યા છે. એટલું જ નહીં પરંતુ 1986થી તેઓ અવિરત પણે કોર્પોરેશનની ચૂંટણી જીતતા આવ્યા છે. વોર્ડ નંબર 16માંથી તેઓએ સારું એવું પ્રભુત્વ પ્રાપ્ત કરીને કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા છે. એટલું જ નહીં પરંતુ તેઓ વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના 7 કોર્પોરેટ છે. અમી રાવતના સ્થાને ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુંને રાજ્યમાં પહેલી વાર મતદાન દ્વારા પસંદ થયા છે.
યુવા વર્ગ તેમનો ચાહક છે: ચંદ્રકાંત શ્રીવાસ્તવે ભૂતકાળમાં તેએ વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ નસીબે તેમને સાથ આપ્યો ન હતો. તમને જણાવી દઈએ કે, યુવા વર્ગ તેમનો ચાહક છે, એટલું જ નહીં પરંતુ વાધોડીયા રોડ ઉપરના મોટાભાગના યુવા વર્ગ ચંદ્રકાંત શ્રીવાસ્તવની સાથે રહેલા છે. તેમના વિસ્તારના દરેક કામોને તેઓએ વાચા આપી છે.
વિરોધ પક્ષના નેતા અમીર રાવતનું નિવેદન:કોંગ્રેસના માજી વિરોધ પક્ષના નેતા અમીર રાવતે ચૂંટણી બહિષ્કાર અંગે જણાવ્યું હતું કે, હાલમાં કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં દરેકની ટર્મ પૂર્ણ થતા નવા ચહેરાને હોદ્દેદાર તરીકે નિમવા જઈ રહી છે ત્યારે મારી પણ ટમ પૂર્ણ થતી હતી. જેથી વિરોધ પક્ષના નેતા તરીકેની ચૂંટણી કરવામાં આવી હતી. પરંતુ મે આ બાબતે મારો સૈદ્ધાંતિક વિરોધ દર્શાવ્યો હતો. એટલા માટે કે જ્યાં ઓછી વ્યક્તિની જ્યારે પાર્ટી હોય ત્યાં ચૂંટણી પ્રક્રિયા થવી ન જોઈએ. જેનું મુખ્ય કારણ એ હોય છે કે, અંદરો અંદર એકબીજા સાથે દુશ્મની ઊભી થતી હોય અને જેને લઈને પાર્ટી ડેમેજ થાય. મેં પાર્ટીના હિતમાં રહીને સૈદ્ધાંતિક વિકલ્પોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્ત થઈ હતી. હાલ હું પાર્ટીની સાથે છું અને પાર્ટીની સાથે જ રહેવાની છું."
- કર્મચારીઓને અસર કરતો મહત્વનો મુદ્દો પેન્શન યોજના માટે હવે કમિટી બેસશે, નાણાં મંત્રીનું આશ્વાસન - PENSION IN UNION BUDGET 2024
- કેન્દ્રના બજેટને લઈને ચેમ્બર ઓફ કોમર્સના મ્રમુખની પ્રતિક્રિયા, અલંગ, પ્લાસ્ટિક, રોલીંગ ઉધ્યોગ મુદ્દે શુ કહ્યું જાણો - Chamber of Commerce on budget issue