ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 76 જળાશયો સંપૂર્ણ તેમજ 46 જળાશયો 70 ટકાથી વધુ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 87 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 78 ટકાથી વધુ જળસંગ્રહ થયું છે. ગત વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ 76 ટકા જળસંગ્રહ થયો હતો તેની સામે અત્યારે 78 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.
રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે જાણો કેટલા ડેમમાં કેટલા ટકા પાણીનો સંગ્રહ થયો છે.
- 76 જળાશયોમાં સંપૂર્ણ એટલે કે 100 ટકા જળસંગ્રહ
- 46 જળાશયો-ડેમમાં 70 થી 100 ટકા જળસંગ્રહ
- 23 ડેમમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ
- 30 ડેમમાં 25 થી 50 ટકા જળસંગ્રહ
- 31 ડેમમાં 25 ટકાથી ઓછું જળસંગ્રહ
કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ:ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,9 0,547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,07,440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે કયા કેટલું પાણીની આવક થઈ અને કેટલું પાણી છોડાયું જાણો.
- સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
- વણાકબોરી જળાશયમાં 2.87 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.87 લાખની જાવક
- ઉકાઈમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.46 લાખની જાવક
- આજી-4માં 1.63 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.63 લાખની જાવક
- કડાણામાં 1.50 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.25 લાખની જાવક
- ઉંડ-1માં 1.19 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.19 લાખ ક્યુસેક પાણીની જાવક
- આ સિવાય વિવિધ 94 જળાશયોમાં 70 હજાર ક્યુસેકથી 1000 હજાર ક્યુસેક સુધીની પાણીની આવક થઈ રહી છે.
અત્યાર સુધીમાં 78 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો: ઉપરાંત મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 78 ટકા, સૌરાષ્ટ્રના 141માં 66 ટકા, કચ્છના 20 જળાશયોમાં 61 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સાથે 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 78 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
- ગુજરાત પર હજી ત્રણ દિવસ વરસાદનો ખતરો: હવામાન વિભાગ - Gujarat Rain Update
- ચોટીલા તાલુકાના અબીયાસર ગામે પુલ ધરાશાયીઃ જુઓ Live Video - Gujarat Rain Update